તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:પોતાના પર દુષ્કર્મ થયાની ફરિયાદ કરવા એક માસ ધક્કા ખાધા છતાં ગુનો ન નોંધતા યુવતીએ પોલીસમથકમાં જ આપઘાતનો કર્યો પ્રયાસ

જસદણ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • મહિના સુધી જસદણ પોલીસ સ્ટેશનમાં ધક્કા ખાધા હોવાનું પરિવારજનોનું કથન, ફૈબાના દીકરા સહિતના 4 શખ્સે અપહરણ કરી મૈત્રી કરારમાં સહીઓ કરાવી લીધી હતી

જસદણના લાતીપ્લોટના લોહિયાનગરમાં રહેતી 21 વર્ષની દુષ્કર્મ પીડિતાએ એક મહિના સુધી જસદણ પોલીસ મથકમાં 5 શખ્સ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવવા માટે ધક્કા ખાધા હતા. છતાં પોલીસે કોઈ ગંભીરતા ન લઈ આ દુષ્કર્મ પીડિતાની ફરિયાદ ન લેતા આખરે યુવતીએ બુધવારે સાંજના 5-30 કલાક આસપાસ જસદણ પોલીસ સ્ટેશનમાં જ ફિનાઈલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતા તાત્કાલિક 108ની મદદથી જસદણની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. પરંતુ તબિયત વધુ ગંભીર બનતા તાત્કાલિક તેને રાજકોટની હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે રીફર કરી હતી. 
ફૈબાનો દીકરો થતો હોવાથી અવારનવાર તેના ઘરે આવતો જતો હતો અને હું તેને ભાઈની જેમ માનતી હતી
જસદણના લાતીપ્લોટ વિસ્તારમાં લોહિયાનગરમાં રહેતી યુવતીએ ગત તા.22-4-2020ના રોજ અને ગત તા.6-5-2020ના રોજ જસદણ પોલીસ મથકમાં મનોજ વિક્રમભાઈ જાદવ, વિક્રમભાઈ મનજીભાઈ જાદવ, અનકભાઈ માધાભાઈ જાદવ, જગાભાઈ મેઘાભાઈ જાદવ અને આર.એ.દાફડા વિરુદ્ધ દુષ્કર્મની લેખિતમાં ફરિયાદ આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, બાબરા તાલુકાના ત્રંબોડા ગામે રહેતો તેનો ફૈબાનો દીકરો જસદણમાં આઈ.ટી.આઈ.ના અભ્યાસ માટે અપડાઉન કરતો હતો.  તે ફૈબાનો દીકરો થતો હોવાથી અવારનવાર તેના ઘરે આવતો જતો હતો અને હું તેને ભાઈની જેમ માનતી હતી. બાદમાં મારા ફૈબાએ મને ત્રંબોડા આવવાનું કહેતા હું ત્યાં આટો મારવા ગઈ હતી. જેથી તેની દાનત બગડતા મારી સાથે ખરાબ દ્રષ્ટિથી જોવા લાગ્યો હતો. બાદમાં તારે મારી સાથે લગ્ન કરવા પડશે તેમ જણાવતા મેં ઈન્કાર કરી દીધો હતો અને હું જસદણ મારા ઘરે પરત આવી ગઈ હતી. જેથી મારા ફૈબાની દીકરી અમારા ઘરે આવી હતી અને મને એકાંતમાં બોલાવી મારો ભાઈ તારી સાથે સંબંધ બાંધવા માંગે છે તેવું દબાણ કરવા લાગી. છતાં મને વારંવાર ફોનથી પ્રેમ સબંધ બાંધવા હેરાન કરતો હતો. જેથી મેં તેને કીધું કે હું તારી સાથે ક્યારેય લગ્ન સબંધથી જોડાઈ શકું તેમ નથી અને આપણો સબંધ ભાઈ-બહેન પુરતો સીમિત જ રહેશે. 
મને ઘરમાં પૂરી દીધી હતી અને મારી પાસે બીભત્સ માંગણી કરવા લાગેલ
બાદમાં મારી સગાઈ રાજકોટના બેડી ગામે નક્કી થતા તેની જાણ મનોજને થતા તે ગત તા.2-11-2018ના રોજ રાત્રીના મારા ઘરે આવી મને ઘરની બહાર બોલાવી મનોજ વિક્રમભાઈ જાદવ, વિક્રમભાઈ મનજીભાઈ જાદવ, અનકભાઈ માધાભાઈ જાદવ અને જગાભાઈ મેઘાભાઈ જાદવે મારું બળજબરીથી અપહરણ કરી મને ઉપાડી ગયા હતા. બાદમાં મને આ આરોપીઓએ ગોંધી રાખી હતી. ત્યારબાદ ગત તા.3-11-2018ના રોજ અમરેલી મુકામે આ આરોપીઓ બળજબરીથી વાહનમાં બેસાડી લઈ ગયા હતા અને મારી પાસે સ્ટેમ્પ પેપરમાં બળજબરીથી સહીઓ કરાવી લીધી હતી અને બાદમાં મને ત્રંબોડા ગામે પાછા લઈ ગયા હતા. બાદમાં મને ઘરમાં પૂરી દીધી હતી અને મારી પાસે બીભત્સ માંગણી કરવા લાગેલ. ત્યારબાદ મનોજે મારી ઉપર જોર જુલમ કરી બળજબરીથી મારી ઈચ્છા વિરુદ્ધ દુષ્કર્મ ગુજાર્યો હતો. હું તેને હાથે પગે લાગી આજીજી કરતી રહી છતાં આરોપી સમજ્યો નહી. મારા અપહરણ અંગે મારા પરિવારજનોએ ગત તા.2-11-2018 ના રોજ મનોજ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા તે કામના આરોપીઓએ મને ધાકધમકી આપી આપી કે તારે પોલીસમાં અમારા વિરુદ્ધ જુબાની આપવાની નથી અને જો આપીશ તો તને જીવતી રહેવા નહી દઈએ જેથી હું ડરી ગઈ હતી.
આરોપીઓ મારા ભાઈ સાથે પણ અસભ્ય વર્તન કરવા લાગ્યા હતા અને ગાળો આપવા લાગ્યા હતા.
બાદમાં પોલીસ મારું નિવેદન લીધું ત્યારે હું કઈ બોલી શકી ન હોવાથી પોલીસે મારું નિવેદન લઈ મને આરોપીઓને સોંપી દીધી હતી. બાદમાં મને ખબર પડી કે આરોપીઓએ મૈત્રી કરારમાં મારી સહીઓ લઈ લીધી હતી. આમ મારી સાથે આરોપી મનોજ એક વર્ષ સુધી અવારનવાર મારી ઈચ્છા વિરુદ્ધ દુષ્કર્મ ગુજારતો રહ્યો હતો. બાદમાં ગત તા.17-4-2020ના રોજ ઉપરોક્તના ચાર આરોપીઓએ મને અસહ્ય મારમારી ઘરમાં પૂરી દઈ મારા માતા-પિતાને ફોન કરીને રાતોરાત તેડાવતા મારો ભાઈ મને ત્રંબોડા તેડવા આવ્યો હતો. ત્યારે આરોપીઓ મારા ભાઈ સાથે પણ અસભ્ય વર્તન કરવા લાગ્યા હતા અને ગાળો આપવા લાગ્યા હતા. ત્યારે આરોપીઓએ મારા ભાઈને કહ્યું કે તારી બહેનને તું લઈજા અને આ બાબતે કોઈપણ જગ્યાએ ફરિયાદ કરીશ તો જોયાજેવી થાશે તેવી ધમકીઓ આપી હતી. બાદમાં મારો ભાઈ મને જસદણની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયો હતો અને આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. છતાં કોઈ કાર્યવાહી ન થતા મેં જસદણ પોલીસ સ્ટેશનમાં ગત તા.22-4-2020ના રોજ લેખિતમાં ફરિયાદ આપી હતી. છતાં આજદિન સુધી આરોપીઓ વિરુદ્ધ જસદણ પોલીસ દ્વારા કોઈ ફરિયાદ લેવામાં આવી ન હતી. જેથી આગામી 5 દિવસમાં ઉપરોક્ત તમામ આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરવામાં નહી આવે તો તો મારે આ કામે મને ન્યાય નહી મળે તો હું આત્મવિલોપન કરવાની ફરજ પડશે અને તે કામે સઘળી જવાબદારી જેતે અધિકારીની રહેશે તેવું જણાવ્યું હતું.
જસદણ પોલીસે ફરિયાદ ન લેતા અમારી દીકરીએ આ પગલું ભર્યું છે : પરિવાર
અમારી દીકરી સાથે દુષ્કર્મ ગુજારનાર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ કરવા અમે અમારી દીકરી સાથે અનેકવાર જસદણ પોલીસ સ્ટેશને ગયા હતા. એક મહિના સુધી અમોએ જસદણ પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા માટે ધક્કા ખાધા હતા છતાં અમને ન્યાય મળ્યો ન હતો. આ બનાવ અંગે જસદણ પોલીસે કોઈ ગંભીરતા ન લઈ મારી દીકરીની ફરિયાદ ન લેતા અમારી દીકરીને નાછૂટકે આ પગલું ભરવું પડ્યું હતું.
એ બનાવ બાબરા પોલીસ સ્ટેશનની હદનો છે તેથી ફરિયાદ ત્યાં કરવાનું અનેકવાર જણાવ્યું હતું 
આ અંગે જસદણના પીઆઇ કે.આર.રાવતે જણાવ્યુ હતુ કે આ ગુન્હો બાબરા પોલીસ સ્ટેશનની હદનો છે. જેથી તેમને કીધું કે તમારે ત્યાં જ ફરિયાદ થશે અને તમારે ત્યાં જ ફરિયાદ કરવા જવાનું હોય છે. તમારે ત્યાં જ જઘડો થયો છે એટલે ત્યાં જ ફરિયાદ થશેે એવું અનેકવાર કહેવામાં આવ્યું હતું. એ લોકોનું કહેવું છે કે એ લોકો અમારી ફરિયાદ લેતા નથી એટલે એ લોકો હમણાં જ ફરિયાદ લેવા માટે આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો