તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરાહનીય કામગીરી:108ની ટીમે 5 મિનિટ CPR દેતા બાળકી ફરી જીવિત થઈ

જસદણ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગળા ફરતે ગર્ભનાળ વીંટળાયેલી હતી અને બાળક પાણી પી ગયું હતુ

વીંછિયા તાલુકાના છાસીયા ગામે રહેતા સોનલબેન નામની પ્રસુતાને રાત્રીના 12-57 કલાકે દુખાવો ઉપડતા 108 માં કોલ કર્યો હતો. જેથી વીંછિયા 108 ના ઈએમટી દિનેશભાઈ રાઠોડ અને પાઈલોટ મનસુખભાઈ મેણીયા છાસીયા ગામે દોડી ગયા હતા. જ્યાં પેશન્ટને અસહ્ય દુખાવો હતો. જેથી ઈએમટી દિનેશભાઈએ તપાસ કરતા માલુમ પડ્યું કે બાળક ઉંધુ થઈ રહ્યું હતું.

બાદમાં દિનેશભાઈએ તરત જ પોતાની સુજબુજથી એમ્બ્યુલન્સમાં જ પ્રસુતિ કરાવી હતી. પરંતુ ડિલિવરી કરાવ્યા પછી બાળકની તપાસ કરતા માલુમ પડ્યું કે, મૃત બાળકી જન્મી છે. જે રડતી પણ ન હતી અને શ્વાસ પણ બંધ હતા. જેથી આ મૃત બાળકીને CPR અને કૃત્રિમ શ્વાસ તેમજ ઓક્સિજન આપી 5 થી 7 મિનિટની સારવાર મળ્યા પછી બાળકી જીવિત થઈ ગઈ હતી અને શ્વાસ લેવાનું અને રડવાનું પણ શરૂ કરતા 108 ની ટીમે હાશકારો અનુભવ્યો હતો.

જ્યારે જસદણ તાલુકાના ગોખલાણા ગામે રહેતા મનીષાબેન નામની પ્રસુતાને દુખાવો થતા 108માં કોલ કર્યો હતો. જેથી જસદણ 108ના ઈએમટી કિશોરભાઈ અને પાઈલોટ પંકજભાઈ ગોખલાણા ગામે દોડી ગયા હતા. અને એમ્બ્યુલન્સમાં જ પ્રસુતિ કરાવી હતી. જો કે બાળકના ગળા ફરતે ગર્ભનાળ વીંટળાયેલી હતી અને બાળક પાણી પી ગયું હતું તેવા સમયમાં બાળકને સલામત રીતે બહાર કાઢી માતા અને બાળકનો જીવ બચાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો