સર્કલને નાનું કરવા માંગ:જસદણના આટકોટ રોડ પર આવેલું મહાકાય સર્કલ બન્યું અકસ્માત ઝોન

જસદણ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સર્કલમાં ઘાસ ઊગી જતા સામેથી આવતા વાહનો દેખાતા ન હોવાથી ટકરાવ
  • ઘાસને હટાવી દેવા અન્યથા સર્કલને નાનું કરવામાં આવે તેવી લોકોની માંગ

જસદણ નગરપાલિકા દ્વારા આટકોટ રોડ પર લાંબા સમય પહેલા જળ સર્કલ બનાવવામાં આવ્યું હતું. પરંતુ તાજેતરમાં જસદણ-આટકોટ ફોરલેન રોડ બનતા આ રોડ પર દિનપ્રતિદિન વાહનોની અવરજવર વધતા આ સર્કલ અકસ્માત સંભવિત બની જવા પામ્યું છે.

કારણ કે જસદણના આ જળ સર્કલમાં નગરપાલિકાની આળસના લીધે મસમોટું ખડ ઉગી નીકળ્યું છે અને તેને હટાવવામાં પાલિકાના સત્તાધિશોને જબરી આળસ છે. આથી અહીંથી પસાર થતા અને સામેથી આવતા વાહનો ચાલકોને દેખાતા ન હોવાથી અવારનવાર નાનામોટા અકસ્માતોના બનાવો બની રહ્યા છે. જેથી આ સર્કલમાં ઉગી નીકળેલું મસમોટું ખડ નગરપાલિકા દ્વારા કાઢી નાખવામાં આવે અથવા આ સર્કલને નાનું કરવામાં આવે તેવી જસદણના જાગૃત લોકોની માંગ ઉઠવા પામી છે.

જો વહેલી તકે જસદણના આ જળ સર્કલમાં ઉગી નીકળેલા ખડને નગરપાલિકા દ્વારા કાઢવામાં નહી આવે અથવા આ સર્કલને નાનું કરવાની કામગીરી કરવામાં નહી આવે તો આવનારા સમયમાં આ સર્કલ કોઈ મોટી અકસ્માતની દુર્ઘટના નોતરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...