5થી રાતે 9 પૂજા નહીં:ઘેલા સોમનાથના દ્વાર આજે દર્શનાર્થીઓ માટે બંધ રહેશે

જસદણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચંદ્રગ્રહણ હોય સવારે 5થી રાતે 9 પૂજા નહીં થાય

પ્રભાસ ક્ષેત્રમાં બીરાજમાન સોમનાથ મહાદેવ જેટલું જ મહત્વ ધરાવતા અને જસદણ નજીક બીરાજતા ઘેલા સોમનાથ મહાદેવ મંદિરના દ્વાર આજે ભાવિકો માટે બંધ રહેશે. કાર્તિકી પુનમના રોજ ચંદ્રગ્રહણ હોવાથી સવારે પાંચથી રાતે 9 કલાક સુધી દર્શન, પુજા સહિતના આયોજનો બંધ રાખવામાં આવ્યા છે.

જસદણ નજીકના સુપ્રસિદ્ધ ઘેલા સોમનાથ મહાદેવનું મહત્વ અને મહત્મ્ય સોમનાથ જ્યોતિર્લીંગ જેટલું જ અનન્ય છે. ત્યારે ઘેલા સોમનાથ મંદિરની યાદીમાં જણાવ્યા મુજબ આજે તા.8 ને મંગળવારે કારતક સુદ પૂનમ હોવાથી ચંદ્રગ્રહણ છે.

જેથી આજે દર્શનાર્થીઓ માટે ઘેલા સોમનાથ મંદિર સવારના 5 વાગ્યાથી રાત્રીના 9 કલાક સુધી દર્શન, પૂજા, અર્ચના બંધ રહેશે. તેમજ બપોરે અન્નક્ષેત્ર પણ બંધ રહેશે. જેઓએ અગાઉથી ઉતારા માટે બુકિંગ કરાવ્યું હશે તેમને માત્ર ઉતારાની જ સુવિધા મળશે જેની નોંધ તમામ ભાવિકોએ લેવા જસદણ ઘેલા સોમનાથ મંદિરના વહીવટદાર મનુભાઈ શીલુની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...