હોબાળો:જસદણમાં મહિલા સફાઇ કર્મીઓનું ઉપવાસ આંદોલન વધુ ઉગ્ર બન્યું

જસદણ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘર દીઠ એક વ્યક્તિને કાયમી કરવાની માંગ દોહરાવી

જસદણ નગરપાલિકા ખાતે 48 સફાઈ કામદારોની કાયમી ભરતી કરાઇ હતી. ભરતી પ્રક્રિયામાં પાલિકામાં ઘણા વર્ષોથી સફાઈ કામદાર તરીકે કામ કરતી 25 મહિલાઓને કાયમી ન કરાતા મહિલાઓ રોષે ભરાઈ હતી અને ત્રણ દિવસ પહેલા કચેરી ખાતે વિવિધ સૂત્રોચ્ચાર સાથે હોબાળો મચાવ્યો હતો.

જો કે આ 25 સફાઈ કામદાર મહિલાઓ પૈકી મોટાભાગની મહિલાઓ 40 વર્ષથી કામદાર તરીકે પાલિકામાં કામગીરી કરી રહી હતી. છતાં પાલિકાના અધિકારીઓ-પદાધિકારીઓએ અન્ય શહેરોના અરજદારો સાથે સાંઠગાંઠ કરી કાયમી કરવાનો હુકમ કર્યો હોવાનો મહિલાઓએ આક્ષેપ કરતા સવાલો ઉઠવા પામ્યા હતા. ત્યારે ગત સોમવારે રોષે ભરાયેલી 25 સફાઈ કામદાર મહિલાઓ પૈકીની 10 મહિલાઓએ પ્રતીક ઉપવાસ આંદોલનના મંડાણ કરતા અનેક સવાલો ઉઠવા પામ્યા હતા ત્યારે બીજા દિવસે સફાઈ કામદારોની પાંખી હાજરી જોવા મળી હતી.જો કે આ તકે રોષે ભરાયેલી મહિલાઓએ અમને કાયમી નહિ કરવામાં આવે અને ઘરદીઠ એક વ્યક્તિને કાયમી રાખવામાં નહી આવે ત્યાં સુધી સફાઈ કામગીરીથી અળગા રહેવાની અને પ્રતીક ઉપવાસ આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...