મુલાકાત:ખેડૂત પ્રતિનિધિ મંડળ પાટીદાર ભવનમાં પારંપરિક પહેરવેશ સાથે પહોંચ્યું

જસદણ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જસદણમાં નિર્માણાધીન ભવનની સુવિધા અને સગવડની માહિતી મેળવી

જસદણ શહેરના આટકોટ રોડ ઉપર આકાર પામી રહેલા સમસ્ત પાટીદાર શૈક્ષણિક ભવનની મુલાકાતે વરિષ્ઠ પાટીદાર ખેડૂત પ્રતિનિધિ મંડળ આવ્યું હતું. આ તમામ વરિષ્ઠ આગેવાનોએ અઢી વીઘા જમીનમાં નિર્માણ પામી રહેલા પાટીદાર શૈક્ષણિક ભવન, ઓડિટોરિયમ, લાઈબ્રેરી, ટાઉન હોલ, બોર્ડિંગ હોસ્ટેલ, બાળ ક્રિડાંગણ અને ઓક્સિજન પાર્ક સહિત નિર્માણ પામી રહેલા ભવનની મુલાકાત લઈ રાજીપો વ્યક્ત કર્યો હતો તેમજ શૈક્ષણિક ભવનની કામગીરીના વખાણ કર્યા હતા.

આ તકે કાઠીયાવાડી પહેરવેશ સાથે આવેલા પાટીદાર સમાજના સિનિયર સિટીઝન તળશીભાઈ ભુવા, ઉકાભાઈ છાયાણી, ગોરધનભાઈ હીરપરા, વશરામભાઈ છાયાણી, શંભુભાઈ ભુવા, ગોકુળભાઈ ઢોલરીયા, વલ્લભભાઈ છાયાણી, લક્ષ્મણભાઈ રૂપારેલીયા, ભીમજીભાઈ કુંભાણી અને ગેલાભાઈ છાયાણી સહીતના આગેવાનોને પાટીદાર શૈક્ષણિક ભવનના ટ્રસ્ટી ભરતભાઈ છાયાણીએ આવકાર્યા હતા. આ તકે તમામ ઉપસ્થિત ખેડૂત પ્રતિનિધિ મંડળને જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓના ઉજજવળ ભવિષ્ય અને ભણતર માટે માનદ સુવિધા તેમજ સવલતો ઉભી થઈ રહી છે તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

આ સમયે જસદણ સમસ્ત પાટીદાર સમાજના આગેવાનો રમેશભાઈ જેસાણી, પરેશભાઈ ટાઢાણી, પ્રવીણભાઈ છાયાણી, નરેશભાઈ ચોહલીયા, કાશીભાઈ રૂપારેલીયા, ભીખાભાઈ રોકડ, બાવનજીભાઈ સખીયા, વિપુલભાઈ ટીલાળા અને પીયુશભાઈ છાયાણી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. સમસ્ત પાટીદાર શૈક્ષણિક ભગવાનના પ્રણેતા દિનેશભાઈ બાંભણિયાએ સમાજના વડીલ આગેવાનોનો મુલાકાત લેવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...