તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યાય ન મળે તો આત્મવિલોપન:વ્યાજખોરમાંથી છૂટવા પરિવાર ત્રણ દિવસ ઉપવાસ આંદોલન કરશે

જસદણ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 50 હજાર સામે રૂ.1.20 લાખ ચૂકવ્યા છતાં વધુ પઠાણી ઉઘરાણીની ફરિયાદ

વીંછિયાના મોટા હડમતીયા ગામના બે વ્યાજખોરે કંધેવાળીયા ગામના યુવાનને રૂ.50 હજાર 30 ટકા વ્યાજે આપ્યા બાદ રૂ.1.20 લાખ વસુલી પણ લીધા. તેમ છતાં વ્યાજખોરે વધુ રૂ.6.50 લાખની ઉઘરાણી કરતા યુવાનને નાછૂટકે ગામ છોડવાનો વારો આવ્યો હતો. ફરિયાદ છતાં કોઈ કાર્યવાહી ન થતા રાજકોટ સુપ્રીટેન્ડેન્ટ પોલીસને લેખિત માંગણી કરી હતી. તેમ છતાં ન્યાય આપવામાં આવ્યો ન હોવાથી યુવાનના પિતાએ જસદણ પ્રાંત અધિકારી સહિતને ફરિયાદ કરી છે.

આગામી તા.1-1-2021થી ત્રણ દિવસ આમરણાંત ઉપવાસ કરશે. વીંછિયાના નીલેશ વાલજીભાઈ જાંબુકીયાએ હરસુખ કેશાભાઈ બેરાણી સામે લેખિતમાં ફરિયાદ આપી હતી. ભોગબનનારના પિતા વાલજીભાઈ જાંબુકીયાએ જણાવ્યુ કે જો વ્યાજખોર સામે પગલા નહીં લેવાય તો કાલથી આમરણાંત ઉપવાસ કરીશું. હરસુખ કેશા બેરાણી અને દિનેશ રોજાસરાએ 30 ટકા વ્યાજે પૈસા આપ્યા જે ચૂકવી દીધા છે તેમ છતાં ધમકી આપે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો