દુર્ઘટના:કમળાપુરની પરિણીતાનું બાઇક પરથી પડી જતાં મોત, પરિવારજનો કરૂણ ઘટનાથી શોકમગ્ન બન્યા

જસદણ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચોટીલાના પાંચવડા​​​​​​​ ગામ નજીક બન્યો બનાવ

ન જ જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે! આ ઉક્તિ અનેકવાર યથાર્થ ઠરી છે અને એવા બનાવો વારંવાર સામે આવતા રહે છે કે ઘડીભર તો કુદરત સામે અનેક સવાલો ઉઠ્યા વિના ન રહે. પરિવારના એક સદસ્ય કે જેઓ બીમાર હોઇ, સારવાર માટે હોસ્પિટલ દાખલ થયા છે તેમની ખબર કાઢવા જઇ રહેલી પરિણીતાને ક્યાં ખબર હતી કે તેણી ખબર પૂછવા હોસ્પિટલ નહીં પહોંચે પરંતુ અમુલ્ય જિંદગીની અનંતયાત્રાએ ચાલી નિકળશે અને તેના પરિવારજનોને તેણીની કારમી વિદાયનો શોક મનાવવો પડશે. આવો જ એક બનાવ જસદણના કમળાપુર ગામની પરિણીતા સાથે બન્યો હતો.

જસદણ તાલુકાના કમળાપુર ગામની પરિણીતા તેના પતિના બાઈક પાછળથી પડી જતાં તાત્કાલીક ધોરણે પ્રાથમિક સારવાર ચોટીલ ત્યાર બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાઇ હતી, પરંતુ પરિણીતાનું સારવારમાં જ મોત નીપજતા પતિ સહિત પરિવારજનોમાં અરેરાટી પ્રસરી ગઈ હતી. આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર ચોટીલાના પાંચવડા ગામ નજીક પતિના બાઈક પાછળથી પડી જતાં ગંભીર ઈજા થતાં જસદણના કમળાપુર ગામના મમતાબેન જીણાભાઈ ચાવડા(ઉ.વ.27) ને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

પરંતુ તેમનું સારવાર દરમિયાન મોત નીપજતા પરિવારમાં શોક છવાઈ ગયો હતો. જસદણના કમળાપુર ગામે રહેતાં મમતાબેનના બનેવી રાજકોટ હોસ્પિટલમાં દાખલ થયા હોઈ તે ગઈકાલે બપોરે પતિ જીણાભાઈ ચાવડા સાથે બાઈકમાં બેસી રાજકોટ બનેવીની ખબર કાઢવા જઈ રહ્યા હતા. તે વખતે પાંચવડા પાસે પહોંચ્યા ત્યારે અચાનક તેણીને ચક્કર આવતાં બાઈક પાછળથી પડી જતાં ગંભીર ઈજા થતા ચોટીલા સારવાર અપાવી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી. પરંતુ સારવાર દરમિયાન મોડી રાતે તેમનું મોત નિપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...