તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:બહેન સંતાનોને મૂકી પ્રેમી સાથે ભાગી જતાં ભાઇએ છરીના ઘા ઝીંકી દીધા

જસદણ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • મહિલાના પતિનું ચાર વર્ષ પહેલા જ અવસાન થયું હતું
 • વિધવા બહેનને ભાઈએ પાછી લઈ આવી હુમલો કર્યો, સારવારમાં

એક ભાઈ તેની બહેન માટે કોઈપણ પરિસ્થિતિમાં સહભાગી બનતો હોય છે. પરંતુ બહેન જ કોઈ ખોટું પગલું ભરીલે તો ભાઈને જીવતા મરવાનો વારો આવતો હોય છે. તેવો જ એક કિસ્સો જસદણ તાલુકાના આટકોટ ગામે જોવા મળ્યો હતો. જેમાં આટકોટ ગામે રહેતી એક વિધવા બહેન તેના સંતાનોને એકલા મૂકી પ્રેમી સાથે ભાગી જતા તેના ભાઈએ બહેનને પાછી ઘરે લાવતા ભાઈ-બહેન વચ્ચે ઝઘડો થયો હતો. જેથી ગુસ્સે ભરાયેલા ભાઈએ બહેનને શરીરે છરીના ઘા ઝીંકી દેતા તાત્કાલિક રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

આટકોટમાં જસદણ ચોકડી પાસે રહેતી જ્યોત્સનાબેન કાળુભાઈ સાડમીયા (ઉ.વ.27) નામની દેવીપૂજક વિધવાને તેના જ સગાભાઈ અશોક કાળુભાઈ વાઘેલાએ પેટ અને ગળા પર છરીના ઘા ઝીંકી ગંભીર ઈજાઓ પહોંચાડતા તાત્કાલિક સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યોત્સનાબેનને સાંજે તેના સગાભાઈએ છરીના ઘા ઝીંકી દેતા પ્રથમ આટકોટ પ્રાથમિક સારવાર અપાવ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે હોસ્પિટલ ચોકીના રાજુભાઈ ગીડા અને અનોપસિંહે આટકોટ પોલીસને જાણ કરી હતી.

આ બનાવમાં જ્યોત્સનાબેનની માતાના જણાવ્યા મુજબ, જ્યોત્સનાબેનના પતિનું ચારેક વર્ષ પહેલા અવસાન થઈ ગયું હતું. તેણી થોડા દિવસ પહેલા બાજુના ગામના સંજય નામના શખ્સ સાથે ભાગી ગઈ હતી અને સંતાનોને પણ સાથે લઈ ગઈ નહોતી. જેના કારણે મારા દિકરા અશોકને ગુસ્સો ચડ્યો હતો. તે જ્યોત્સનાને પાછી પણ લાવ્યો હતો અને બાદમાં ઝઘડો કરી છરીના ઘા ઝીંકી દીધા હતા. જેથી આટકોટ પોલીસે જ્યોત્સનાબેનના માતાના નિવેદનના આધારે વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો