તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વીજતંત્ર સફાળું જાગ્યું:જસદણમાં જીવંત વીજવાયર પર લટકતી ડાળીઓ હટાવાઇ

જસદણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

જસદણમાં PGVCLની પ્રિમોન્સુન કામગીરી કાગળ પર જ કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું. જેમાં શહેરની મધ્યમાં આવેલ ડીએસવીકે હાઈસ્કૂલ પાસેથી પસાર થતા જીવંત વીજવાયર પર એક મસમોટા વૃક્ષની ડાળી લટકતી જોવા મળી હતી. હવે ચોમાસું ગમે ત્યારે એક્ટીવ થઈ શકે છે ત્યારે જીવંત વીજવાયર પર લટકતી વૃક્ષની ડાળીઓ ભારે પવનના કારણે ગંભીર અકસ્માત સર્જી શકે તેમ હતી. છતાં પાવરધું વીજતંત્ર જાણે કે શોર્ટસર્કીટની કોઈ ગંભીર ઘટનાની રાહ જોતું હોય તેવું ચિત્ર સ્પષ્ટ દેખાઈ આવ્યું હતું.

જેથી PGVCL તંત્રના જવાબદારો દ્વારા વૃક્ષની ડાળીઓના લીધે કોઈ મોટી શોર્ટસર્કીટની દુર્ઘટના ઘટે તે પૂર્વે હટાવવાની કામગીરી કરે તેવું લોકો ઈચ્છી રહ્યા હતા. આ અહેવાલ તા.16 ના રોજ દિવ્ય ભાસ્કરમાં પ્રકાશિત કરાતાની સાથે જ પીજીવીસીએલ તંત્ર સફાળું જાગ્યું હતું અને જીવંત વીજવાયર પર લટકતી જોખમી વૃક્ષની ડાળીઓ હટાવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...