ચૂંટણી પરિણામ:જસદણ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત સમગ્ર ખેડૂત પેનલ બની વિજેતા

જસદણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂત વિભાગની 10 અને વેપારી વિભાગની 4 બેઠક માટે થયું હતું મતદાન

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જસદણ માર્કેટીંગ યાર્ડની ચૂંટણીનું મતદાન યોજાયા બાદ શુક્રવારે સવારે ૯ કલાકે ચૂંટણી અધિકારી વી. આર. કપુરિયાના અધ્યક્ષ સ્થાને મતગણતરી શરૂ થઈ હતી જેમાં પ્રથમ વેપારી મત વિભાગની ચાર બેઠકોનું પરિણામ જાહેર થયું હતું. જેમાં મહાવીરભાઈ ભુપતભાઈ ધાધલ (૯૦ મત),ભાવેશભાઈ કરસનભાઈ રાદડિયા (૭૫ મત), ગંગદાસભાઈ નાથાભાઈ કાકડીયા, (૬૮ મત), પ્રેમજીભાઈ અમરશીભાઈ રાજપરા, (૬૪ મત). મળતા વિજેતા જાહેર થયા છે.

વેપારી વિભાગના નોંધાયેલા ૧૧૯ મતદારોમાંથી કુલ ૧૧૮ મતદારોએ ગઇકાલે મતદાન કરતા વેપારી વિભાગમાં ૯૯ ટકા મતદાન નોંધાયું હતું. વેપારી વિભાગની ચાર બેઠક માટે મેદાનમાં ૮ ઉમેદવાર હતા. સહકારી ખરીદ વેચાણ મંડળીઓનાં વિભાગની એક માત્ર બેઠક ઉપર રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિંવ બેંકનાં ડિરેક્ટર અને જસદણ યાર્ડનાં ચેરમેન અરવિંદભાઈ તાગડિયા બિનહરીફ થયા છે.

ખેડૂત મત વિભાગ માટે ભાજપના ડો.ભરત બોઘરા અને સહકારી અગ્રણી જયેશ રાદડીયાની આગેવાની હેઠળ તૈયાર થયેલી સમગ્ર પેનલ વિજેતા થઈ છે. જેમાં પ્રાગજીભાઈ દેહાભાઈ કુકડીયા ૨૧૦ મત, વાલજીભાઈ ટપુભાઈ એંધાણી ૨૦૮ મત, સંજયભાઈ રવજીભાઈ હરખાણી ૨૦૫ મત, રમેશભાઈ લખમણભાઇ હિરપરા ૨૦૫ મત, છગનભાઇ મુળજીભાઇ શિંગાળા ૨૦૦ મત, ધનજીભાઈ ડાયાભાઈ ઝાપડીયા ૧૯૫ મત, રાજેશભાઈ લાધાભાઇ બોઘરા ૧૯૪ મત, જેસીંગભાઇ મેરામભાઇ ડવ ૧૮૬, ધીરુભાઈ બચુભાઈ રામાણી ૧૮૫ અને ભરતભાઇ લાધાભાઇ છાયાણી ૧૮૧ મત મળતા વિજેતા જાહેર થયા છે.

અન્ય સમાચારો પણ છે...