જસદણના આટકોટ રોડ પર આવેલી સોલીટેર સોસાયટીના રહીશો છેલ્લા ઘણા વર્ષોથી પીવાના પાણી માટે વલખાં મારી રહ્યા હતા. જો કે આ અંગે જસદણ નગરપાલિકા તંત્ર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે નવી ડીઆઈ પાણીની પાઈપલાઈન પણ મંજૂર કરી દેવામાં આવી હતી. છતાં પાણીની પાઈપલાઈનનું કામ નગરપાલિકા તંત્ર દ્વારા શરૂ કરાતું ન હોવાથી સોલીટેર સોસાયટીના રહીશો ઘનશ્યામભાઈ સતાણી, સંજયભાઈ બડમલીયા, ધર્મેશભાઈ મિયાત્રા, ભરતભાઈ મિસ્ત્રી, સોલંકીભાઈ સહિતના આગેવાનો દ્વારા જસદણના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયાને ધારદાર રજૂઆત કરવામાં આવી હતી.
જેથી તેઓએ સોસાયટીના રહીશોની રજૂઆતને તાત્કાલિક ધ્યાને લઈ જસદણ નગરપાલિકાના મ્યુનીસીપલ ઈજનેર એમ.એન.ડાંગરને તાત્કાલિક પીવાના પાણીની ડીઆઈ પાઈપલાઈન નાખી આપવાની સુચના આપવામાં આવતા જસદણ નગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું હતું અને તેજ ગતિએ પાણીની પાઈપલાઈન નાખવાની કામગીરી શરૂ કરતા રહીશોએ હાશકારો અનુભવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.