રાજકોટ:પ્રૌઢે હૃદયની બીમારીથી કંટાળી સ્મશાને જઈ ઝેર પીધું

જસદણ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વીંછિયાના અમરાપુર ગામનો બનાવ

વિંછીયા તાલુકાના અમરાપુર ગામે રહેતા જેરામભાઈ નાનુભાઈ રાઠોડ(ઉ.વ.55) નામના કોળી પ્રૌઢે ગત સાંજે ઘરેથી નીકળી જઈ ગામના સ્મશાનમાં જઈ ઝેરી દવા પી લીધી હતી. બાદમાં તેના ઘરે આવી પરિવારજનોને જાણ કર્યા બાદ બેભાન થઈ પડી જતા તેમને તાત્કાલિક સારવાર માટે વિંછીયા અને બાદમાં જસદણ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરંતુ તબિયત વધુ ખરાબ હોવાથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેરામભાઈને સંતાનમાં બે પુત્ર અને ત્રણ પુત્રી છે. તે ખેત મજૂરી કરી ગુજરાન ચલાવે છે. સાંજે ઘરેથી નીકળી સ્મશાનમાં જઈ ઉંદર મારવાની દવા પી લીધી હતી અને બાદમાં ઘરે આવીને ઝેર પી લીધાનું કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...