તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાપાનો પ્રાગટ્ય દિન:છોટે જલારામ ગણાતા હરિરામબાપાનો 88મો પ્રાગટ્ય દિન રવિવારે ઉજવાશે

જસદણ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રવિવારે ધૂન, ભજન, કીર્તન, હનુમાન ચાલીસાના પાઠ અને મહાપ્રસાદ સહિતના અનેક ધાર્મિક કાર્યક્રમો.
  • બાપાએ નાનપણથી જ દરિદ્ર નારાયણની સેવા અને ભૂખ્યાને ભોજન કરાવવાનો જીવનમંત્ર બનાવ્યો છે

જસદણ ખાતે દર વર્ષે છોટે જલારામ તરીકે ખ્યાતિ પામનાર પૂ.હરિરામબાપાના સેવકો દ્વારા બાપાનો પ્રાગટ્ય દિન ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ પૂજય હરિરામબાપાનો 88મો પ્રાગટ્ય દિન આગામી રવિવારે ભાવભેર ઉજવાશે. આ પ્રસંગે ધાર્મિક કાર્યક્રમો દ્વારા પૂજય બાપાના સેવકો દ્વારા રવિવારે સવારથી જ જસદણ ખાતે ઉજવણી કરવામાં આવશે.

આ પ્રાગટ્ય દિન નિમિત્તે જસદણના વિખ્યાત જલારામ મંદિરે રવિવારે સવારથી જ ધૂન, ભજન, કીર્તન, હનુમાન ચાલીસાના પાઠ અને મહાપ્રસાદ સહિતના અનેક ધાર્મિક કાર્યો યોજવા માટે હરિભક્તો દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. જેમણે ભજન અને ભોજનને જીવન મંત્ર બનાવેલો એવા જસદણના સંત હરિરામબાપાએ નાનપણ થી જ દરિદ્ર નારાયણની સેવા અને ભૂખ્યાઓને ભોજન કરાવવાનો જીવનમંત્ર બનાવી દીધો હતો. નાનપણમાં તેઓ મહારાષ્ટ્રના નાગપુર ખાતે લોહાણા સમાજના ઘરે-ઘરેથી ટિફિન લઈ ભૂખ્યાઓને ભોજન કરાવવા સાયકલ લઈને નીકળી પડતા હતા. તેમની આ સેવા જોઈને નાગપુરના લોહાણા સમાજે અન્નક્ષેત્રનો પ્રારંભ કરાવી આપી હરિરામ બાપાની સેવાઓને બળ આપ્યું હતું.

આજે નાગપુર ખાતે જલારામ મંદિર ખાતે બન્ને ટાઈમ વર્ષોથી અન્નક્ષેત્ર ચાલે છે. હરીરામબાપાના જન્મ સ્થળ જસદણમાં પણ પૂ.હરિરામ બાપાના સેવકો દ્વારા જલારામ મંદિરે અન્નક્ષેત્ર અને અખંડ રામધુન વર્ષોથી ચાલુ છે. જલારામ બાપાના પત્ની વીરબાઈમાંના જન્મસ્થળ આટકોટ ખાતે પણ હરિરામ બાપાના સેવકો દ્વારા આજે પણ અન્નક્ષેત્ર ચાલુ છે. વર્ષોથી જસદણ, નાગપુર અને આટકોટમાં ચાલતા અન્નક્ષેત્રમાં ભુખ્યાઓને ભોજન પ્રસાદ આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...