દર ચોમાસે જ્યાં હરિયાળી લહેરાતી હોય અને લીલોછમ બની જતો આ ગઢ અને પર્વત અત્યારે જાણે સોનેરી ચાદર ઓઢીને બેઠો હોય તેવો લાગે છે. જસદણના રાજવી સત્યજીતકુમાર ખાચર જણાવે છે કે ઈ.સ.1660 માં જસદણના પ્રથમ રાજવી અને જેમના દ્વારા જસદણ રાજ્યની સ્થાપના થઈ તેવા રાજવી વીકા ખાચર બાપુ દ્વારા આ કિલ્લો બાંધવામાં આવ્યો હતો. જ્યારે આ કિલ્લો બનાવવામાં આવ્યો હતો ત્યારે ઉંચી દીવાલો અને જૂજ રૂમ, રસોઈ ઘર અને અશ્વઘર હતા.
બાદમાં ઈ.સ.1804 માં ગાયકવાડ સરકારના મિલિટ્રી ઓફિસર અંગ્રેજ કર્નલ વોરકરને ગાયકવાડ સરકારે કાઠીયાવાડ મોકલ્યા હતા. એ વખતે કાઠીયાવાડમાં 32 રજવાડા હતા. ત્યારબાદ જસદણના રાજવીઓ દ્વારા સમયાંતરે કિલ્લામાં અનેક સુધારાઓ કરી મહેલ બનાવી દેવાયો હતો. જે આજે પણ આ પંથકની શોભામાં અભિવૃદ્ધિ કરી રહ્યો છે. 360 વર્ષ પહેલા આ ડુંગરની નીચેથી જ બેલા કાઢી બનાવવામાં આવેલો હિંગોળગઢ કિલ્લો આજેપણ અડીખમ ઉભો છે. આ કિલ્લો ઋતુએ ઋતુએ પોતાની અનોખી સોડમ પાથરી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.