તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:જસદણના આલણસાગર ડેમમાં નર્મદાનાં નીર ઠાલવવા ટેસ્ટિંગ, સફળ થશે તો 3 દી’માં ભરાશે

જસદણ16 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સિમેન્ટની પાઈપલાઈન નાખી હોવાથી કોઈ પ્રોબ્લેમ થાય છે કે નહીં તેની ચકાસણી કરાઇ

જસદણ શહેરને પીવાનું પાણી પૂરું પાડતા બાખલવડ ગામના આલણસાગર ડેમમાં સૌની યોજના હેઠળ પાણી ભરવા માટે આંકડીયા ડેમથી સોમલપર ડેમ થઈને આલણસાગર ડેમ સુધીનું ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. જો આ ટેસ્ટિંગ સફળ નીવડશે તો આગામી 3 દિવસ બાદ આ તમામ ડેમોને નર્મદાના નીરથી ભરી દેવામાં આવશે. જસદણના ધારાસભ્ય તથા રાજ્યના કેબીનેટ મંત્રી બાવળીયાના પ્રયત્નોના લીધે હવે નર્મદાના નીર જસદણના આલણસાગર ડેમથી દૂર રહ્યા નથી. અત્રે ઉલ્લેખનીય છે કે જસદણના ધારાસભ્ય અને રાજ્યના કેબીનેટ મંત્રી બાવળીયાએ જસદણ વિસ્તારને સૌની યોજના હેઠળ પાણી આપવાની સરકાર પાસે વારંવાર માંગણી કરતા સૌની યોજનામાં જસદણના આલણસાગર ડેમનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

સૌની યોજના હેઠળ જસદણ નજીકના આલણસાગર ડેમમાં પાણી ભરવા માટેની કામગીરી શરૂ થવાથી જસદણ પંથકના લોકોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે. જસદણ વિસ્તારના લોકોએ બાવળીયાને અભિનંદન પાઠવ્યા હતા. જોકે હાલ તો આલણસાગર ડેમમાં કુદરતના નીર ભરેલા છે અને ચાલુ ઉનાળામાં જસદણના લોકોને કદાચ પાણીનો કોઈ પ્રશ્ન થવાનો નથી. પરંતુ જો સૌની યોજના હેઠળ આલણસાગર ડેમમાં નર્મદાના નીર ઠાલવવામાં આવશે તો આવનારા સમયમાં જસદણ પંથક પાણી-પાણી થઈ જશે અને પંથકના ખેડૂતો પણ પાણીદાર બની જશે.

પાઇપલાઇન મંજૂર કરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે
આ અંગે મંત્રીએ જણાવ્યું હતું કે આ ટેસ્ટિંગ આંકડીયા ડેમથી સોમલપર ડેમ થઈને આલણસાગર ડેમ સુધી કરવામાં આવી રહ્યું છે. જો કે સૌની યોજનાનું આ પાણી સોમલપર ડેમમાં પણ ઠાલવવામાં આવશે. સાથોસાથ માધવીપુર ડેમમાં પણ પાણી નાખવાનું આયોજન ચાલુ છે. પણ તે ડેમનો સૌની યોજનામાં જેતે સમયે સમાવેશ થયેલ ન હોવાથી બે-ત્રણ કિલોમીટર પાઈપલાઈન નાખવાની બાકી છે. જેથી તે ડેમને સૌની યોજનામાં સમાવેશ કરવા અને ઘટતી પાઈપલાઈનને મંજુર કરાવવા માટેની પ્રક્રિયા ચાલુ કરી દીધી છે. જેથી આગામી બે-ચાર મહિનામાં માધવીપુર ડેમનો પણ સૌની યોજનામાં સમાવેશ થઈ જશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો