તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડહાપણ આવ્યું:જસદણમાં તંત્રે ચોમાસામાં રોડ બનાવવાનું શરૂ કર્યું!

જસદણ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભર ચોમાસે રસ્તાની મરામત માટે ખાડા ખોદી દેવાતાં અકસ્માતનો ભય વધ્યો. - Divya Bhaskar
ભર ચોમાસે રસ્તાની મરામત માટે ખાડા ખોદી દેવાતાં અકસ્માતનો ભય વધ્યો.
  • ખાડા ખોદી નાખ્યા, ક્યાંય ચેતવણીના બોર્ડ પણ લગાવ્યા નથી, લોકોને હાલાકી
  • રહી રહીને પાલિકાને રસ્તાની મરામત યાદ આવી

જસદણમાં એકબાજુ ચોમાસાનું આગમન થઈ ચુક્યું છે. ત્યારે જસદણ નગરપાલિકા દ્વારા ચોમાસામાં જ રોડ-રસ્તાઓ બનાવવાનું ડહાપણ સુજતા નગરજનોમાં મોઢા તેટલી વાતો વહેવા લાગી છે. હાલ જસદણ નગરપાલિકા દ્વારા શહેરભરમાં ચોમેર રોડ-રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા છે. જેના કારણે નગરજનો અને વેપારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ જસદણના મુખ્ય માર્ગ ગણાતા મોતીચોકમાં રોડની કામગીરી કરવા માટે રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા છે.

આ માર્ગ પરથી દરરોજ હજારો લોકોને અવરજવર રહેતી હોવાથી તેમજ અહી અનેક દુકાનો આવી હોવાથી વેપારીઓને ધંધો કરવામાં પણ અનેક મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ જસદણ નગરપાલિકા દ્વારા રોડ-રસ્તાઓ તો ખોદી નાખવામાં આવ્યા છે. પરંતુ ચોમાસાની ઋતુ બેસી ગઈ હોવા છતાં ઠેરઠેર રસ્તાઓ ખોદી નંખાયા હોવાથી જો આવનારા દિવસોમાં સારો વરસાદ થશે તો લોકોને ચાલવું પણ મુશ્કેલ બની જશે. અધૂરામાં પૂરું જસદણ નગરપાલિકા દ્વારા ક્યાંય પણ રસ્તાનું કામ ચાલુ છે તેવા ચેતવણીના બોર્ડ પણ લગાવવામાં આવ્યા નથી.

જેના લીધે લોકોમાં અકસ્માતનો ભય વધ્યો છે. ત્યારે સવાલ એ થાય છે કે, જસદણ નગરપાલિકા પાસે સ્વૈચ્છિક લોકડાઉન સમયે પુરતો સમય હતો છતાં ચોમાસાની શરૂઆત થતાની સાથે જ રોડ-રસ્તાઓના કામો આદરતા નગરજનોમાં તંત્રના સત્તાધિશોની કામગીરી સામે ભારે નારાજગી ઉઠવા પામી છે. જો ખરેખર જસદણ નગરપાલિકાના સત્તાધિશોને રોડ-રસ્તાઓ બનાવી શહેરનો વિકાસ કરવો જ હતો તો ચોમાસાના આગમન પૂર્વે કરવો હતો તેવું નગરજનોમાં ચર્ચાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...