તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સહાય:જસદણમાં તંત્રને થયું બ્રહ્મજ્ઞાન: કોવિડ સેન્ટરમાં દાખલ દર્દીને નાસ્તા અને જમવાની સગવડ શરૂ

જસદણએક મહિનો પહેલા
 • કૉપી લિંક
દર્દીઓને હવેથી ઘરેથી જમવાનું મગાવવું નહીં પડે. - Divya Bhaskar
દર્દીઓને હવેથી ઘરેથી જમવાનું મગાવવું નહીં પડે.
 • દિવ્ય ભાસ્કરમાં અહેવાલ પ્રસિદ્ધ થતાં તંત્રની ઊંઘ ઊડી, વ્યવસ્થા પુન: કાર્યાન્વિત

એક સમયે જસદણની સરકારી હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે શરૂ કરવામાં આવેલું કોવિડ સેન્ટર તમામ સુવિધા અને સવલતોથી સજજ હતું. જેથી કરીને સારવાર માટે દર્દીઓની પ્રથમ પસંદગી જસદણનું કોવિડ સેન્ટર બનતું હતું. કોરોના મહામારીએ ફરી માથું ઉચકાતા સરકારના આદેશ અનુસાર જસદણની સરકારી હોસ્પિટલ ખાતે તા.26 થી ફરીથી કોવિડ સેન્ટર શરૂ થતા પ્રથમ દિવસે જ 5 દર્દી સારવાર માટે દાખલ થયા હતા.

જ્યારે આજે ત્રીજા દિવસે દર્દીઓની સંખ્યા 11 થઈ ગઈ હોવા છતાં કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે જમવાની તેમજ નાસ્તા-પાણીની વ્યવસ્થા કરવા માટે સ્થાનિક વહીવટીતંત્ર નિષ્ફળ રહ્યું હતું. જેના કારણે કોરોનાગ્રસ્ત દર્દીઓને પોતાના ઘરેથી જમવાની અને નાસ્તાની વ્યવસ્થા કરવી પડી રહી હતી અને પીવાના પાણીની બોટલો પણ બહારથી મંગાવવી પડતી હતી. જેથી વહીવટીતંત્રની આ શરમજનક ઘટના અંગે જસદણની નિસ્વાર્થ સેવા સમિતિના પ્રમુખ મેહુલભાઈ સંઘવીએ દિવ્ય ભાસ્કરની ટીમને જાણ કરી હતી.

જે અંગેનો અહેવાલ પ્રસિદ્ધ કરાતાની સાથે જ જસદણના વહીવટીતંત્રની વહેલી સવારે જ ઊંઘ ઉડી ગઈ હતી અને કોવિડ સેન્ટરમાં દાખલ થયેલા તમામ દર્દીઓને ચા-પાણી, નાસ્તો અને જમવાની તાત્કાલિક સુવિધા પૂરી પાડવામાં આવી હતી. હાલ કોરોનાગ્રસ્ત દર્દીઓને જે ચા-પાણી, નાસ્તો અને જમવાનું મળી રહ્યું છે તેનો શ્રેય દિવ્ય ભાસ્કરની ટીમને જાય છે તેમ નિસ્વાર્થ સેવા સમિતિના પ્રમુખ મેહુલભાઇ સંઘવીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો