તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઇફેક્ટ:વીંછિયાના કોરોનાના શંકાસ્પદ લેવાયેલા 2 સેમ્પલ નેગેટિવ

જસદણ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

વિંછીયા તાલુકાના પીપરડી ગામે સુરતથી 20 લોકો આવ્યા હોવાની જાણ થતાની સાથે જ સતર્ક આરોગ્ય ટીમ તાત્કાલિક પીપરડી ગામે દોડી ગઈ હતી. જ્યાં તમામ 20 લોકોનું આરોગ્યની ટીમ દ્વારા સ્ક્રિનીંગ કરવામાં આવ્યું હતું. જેમાં 2 લોકો શંકાસ્પદ જણાતા આરોગ્ય ટીમ દ્વારા જસદણ ખાતે સેમ્પલ માટે રીફર કરવામાં આવ્યા હતા. જેમાં મેડીકલ ઓફિસર ડો.શ્યામ માકડીયા તેમજ સુપરવાઈઝર જીગરભાઈ જોષી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીપરડીના સતર્ક કર્મચારી વિક્રમસિંહ એમ. ગોહિલ દ્વારા તેમને જસદણ રીફર કરી તત્કાલ ટેસ્ટ કરાવેલ અને બાકીના 18 લોકોને 14 દિવસ માટે હોમ ક્વોરોનટાઈન કર્યા હતા. જે બન્ને શંકાસ્પદ કોરોના દર્દીનો રીપોર્ટ નેગેટીવ આવતા ગ્રામજનો અને આરોગ્ય તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો