તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રેન સુવિધા છીનવાઇ:જસદણ-બોટાદ રેલવે લાઇનના સરવેની ફાઇલ અભેરાઇએ ચડાવાતા રેલવે સ્ટેશન બન્યું ખંડેર

જસદણ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
જસદણનું રેલવે સ્ટેશન ફરીથી ટ્રેનના આવાગમનથી ધમધમે તેવી પ્રજાની ઇચ્છા. - Divya Bhaskar
જસદણનું રેલવે સ્ટેશન ફરીથી ટ્રેનના આવાગમનથી ધમધમે તેવી પ્રજાની ઇચ્છા.
  • બન્ને શહેરો વચ્ચે સીધો વ્યાપારિક સંબંધ છતાં ટ્રેન સુવિધા છીનવી લેવાઇ

જસદણ-બોટાદ વચ્ચે વર્ષોથી ટ્રેન વ્યવહાર બંધ છે. અંદાજે આઠેક વર્ષ પહેલા જસદણ-બોટાદ બ્રોડગેજ રેલવે લાઈનનો સર્વે કરાયો હતો. પરંતુ રાજકીય નેતાઓની ઈચ્છાના અભાવે સર્વે કરાયેલી ફાઈલને ધૂળ ખવરાવવા અભેરાઈ ઉપર ચડાવી દેવામાં આવી છે. ભૂતકાળમાં જસદણ-બોટાદ વચ્ચે મીટરગેજ લાઈન ચાલુ હતી. આ રેલવે લાઈન ઘણા લાંબા સમયથી બંધ પડી છે. ત્યારબાદ સમયાંતરે માંગણીઓ ઉઠતા ઘણા વર્ષો પહેલાં રેલવે બ્રોડગેજ લાઈનની સેવાને ફરી શરૂ કરવા સર્વે કરાયો હતો. પરંતુ વર્ષોથી આ ફાઈલ અભેરાઈએ ચડાવી દેવાઈ છે.

ટ્રેન વ્યવહાર સદંતર બંધ હોવાથી જસદણ રેલવે સ્ટેશન પણ હવે પડવાના આરે છે. બન્ને શહેર વચ્ચે વર્ષોથી સીધો વ્યાપારિક સબંધ છે. જેમાં હીરા ઉદ્યોગ, જીનીંગ ફેક્ટરી, ઈલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ, પટારા, હેન્ડીક્રાફ્ટ, માટીકામ, ટેરાકોટા, ખાંભડાના માવાના પેંડા વગેરેના વેપાર-ધંધા માટે બન્ને શહેરના વેપારીઓને આ ટ્રેન સુવિધા ખૂબ જ ઉપયોગી બની શકે છે.

હાલમાં કોંગ્રેસને છોડી ભાજપમાં જોડાયેલા જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળીયાએ ભૂતકાળમાં બ્રોડગેજ લાઈન માટે માંગણીઓ કરી હતી. હાલ તેઓ રાજ્યના મંત્રી પદે બેઠેલા છે, ત્યારે કેન્દ્ર અને રાજ્યમાં તેમની જ સરકાર હોય રેલવેના પ્રશ્નનો વહેલી તકે ઉકેલ લાવે તેવું બન્ને તાલુકાના લોકો ઈચ્છી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...