રમતવીરોને મળશે દાયકા બાદ સુવિધા:જસદણમાં 6 એકરમાં આકાર પામશે અદ્યતન ઈન્ડોર-આઉટડોર સ્ટેડિયમ, આ મહિનાના અંતમાં ખાતમુહૂર્ત થવાની સંભાવના

જસદણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 8 કરોડના ખર્ચે સ્ટેડિયમ બનાવવા તંત્ર વર્ક ઓર્ડરની પ્રક્રિયા હાથ ધરશે

જસદણ શહેર અને પંથકના અનેક રમતવીરો ભૂતકાળમાં દેશ-વિદેશમાં વિવિધ રમતોમાં ભાગ લઈને ડંકો વગાડી ચુક્યા છે. પરંતુ દાયકાઓથી જસદણમાં એકપણ રમતગમતનું મેદાન ન હોવાથી શહેર અને પંથકના રમતવીરો તેમજ વિદ્યાર્થીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા હતા. ત્યારે જસદણમાં કમળાપુર રોડ પર આવેલ જીલેશ્વરપાર્ક સામે અને મોડેલ સ્કૂલની બાજુમાં 6 એકર જમીનમાં અંદાજે રૂ.8 કરોડના ખર્ચે ટૂંક સમયમાં ઈન્ડોર આઉટડોર સ્ટેડીયમ અધ્યતન સુવિધા સાથે નિર્માણ પામશે.

ચાલુ મહિનાના અંતમાં જ તેનું ખાતમુહુર્ત કરવામાં આવશે
આ અંગે સબંધિત તંત્ર દ્વારા ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.​​​​​​​ વધુમાં મંજુર થયેલ ટેન્ડરનો વર્ક ઓર્ડર પણ દેવાઈ ગયો હોવાનું અને ચાલુ મહિનાના અંતમાં જ તેનું ખાતમુહુર્ત કરવામાં આવશે તેવું સુત્રોમાંથી જાણવા મળ્યું હતું. જસદણના કમળાપુર રોડ પર ઈન્ડોર આઉટડોર સ્ટેડીયમ બનાવવા માટે જસદણ-વિંછીયા મત વિસ્તારના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયા જ્યારે રાજ્ય સરકારમાં મંત્રી હતા. ત્યારે તેમના વિસ્તારમાં રમતવીરો રમતો રમી શકે તે માટે તેમનાં અથાગ પ્રયત્નોથી જસદણમાં મેદાન માટે સરકારે જમીન ફાળવી હતી.

જસદણના વિવિધ રમતોના ખેલાડીઓમાં આનંદ છવાયો ​​​​​​​
​​​​​​​
એ જગ્યા પર હવે આગામી દિવસોમાં તેમના જ પ્રયત્નો થકી 6 એકર જમીનમાં અંદાજે રૂ.8 કરોડના ખર્ચે ભવ્ય ઈન્ડોર આઉટડોર સ્ટેડીયમ નિર્માણ થવાની વાતને લઈને જસદણના વિવિધ રમતોના ખેલાડીઓમાં આનંદ છવાયો છે. જસદણ શહેરમાં દાયકાઓથી રમતગમત માટે એકપણ પોતીકું કહી શકાય એવું રમતવીરો માટેનું મેદાન ન હતું. જે ખોટને હવે પૂરી થવામાં ટૂંકો સમય લાગશે. જસદણના ઈતિહાસમાં પ્રથમવાર અધ્યતન ઈન્ડોર આઉટડોર સ્ટેડીયમ નિર્માણ થશે. તેનાથી જસદણ શહેર અને પંથકના રમતવીરો અને વિદ્યાર્થીઓને પણ ખાસો ફાયદાઓ થશે.

બે તબક્કામાં તૈયાર કરવામાં આવશે સ્ટેડિયમ
જસદણમાં કમળાપુર રોડ પર આવેલ જીલેશ્વરપાર્કની સામે રૂ.8 કરોડના ખર્ચે અધ્યતન સુવિધાઓથી સજ્જ ઈન્ડોર આઉટડોર સ્ટેડીયમ બનશે. જેની ટેન્કર પ્રક્રિયા પણ થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે અને કેવું ઈન્ડોર આઉટડોર સ્ટેડીયમ બનશે તેનો પ્લાન પણ આવી ગયો છે. આ ઈન્ડોર આઉટડોર સ્ટેડીયમ બે તબક્કામાં બનાવવામાં આવશે જેની માહિતી પણ તંત્ર દ્વારા તૈયાર કરી દેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...