તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આનંદની લાગણી:જસદણ યાર્ડને નવી જમીનની ખરીદી માટે રાજ્યની મંજૂરી

જસદણ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

જસદણ શહેરમાં આવેલા નવા માર્કેટિંગ યાર્ડમાં દિવસેને દિવસે દરેક પાકની વધતી જતી સતત આવકને પગલે ટ્રાફિકની સમસ્યા રહેતી હતી. યાર્ડની જગ્યા ટૂંકી પડતી હતી જે અનુસંધાને માર્કેટિંગ યાર્ડના વેપારી ડિરેક્ટર્સ મહાવીરભાઈ ધાધલ, અરજણભાઈ રામાણી, પ્રેમજીભાઈ રાજપરા, અશોકભાઈ ચાંવ અને ખેડૂત ડીરેક્ટરો દેવચંદભાઈ ગોદાની, ધનજીભાઈ જાપડીયા, પ્રગજીભાઈ કુકડીયા, ભગુભાઈ બસીયા, રણછોડભાઈ કટેશીયા, પ્રવીણભાઈ છાયાણી, જેસિંગભાઈ ડવ અને ગેલાભાઈ ગળીયા વગેરેએ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અરવિંદભાઈ તાગડીયાને નવી જમીનની ખરીદી કરવા રજૂઆત કરી હતી.

જેને રજૂઆતને ધ્યાને લઈ સરકારમાં મોકલવામાં આવતા ગુજરાત સરકારે ખેડૂતોનું હિત ધ્યાને લઈ જસદણ માર્કેટિંગ યાર્ડની નવી જગ્યાની ખરીદી માટે મંજૂરી આપી દીધી હતી. જેના પગલે જસદણ અને વિંછીયા શહેર અને આસપાસના નગરજનો અને ગામડાઓના લોકોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...