મજાક ભારે પડ્યો...!:જસદણમાં કોઇએ મજાક કરી કે ‘પોલીસ આવે છે’ અને જુગાર રમતો શખ્સ ભાગ્યો’ને કૂવામાં પડ્યો

જસદણ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • વીંછિયાના અમરાપુરના વાડી વિસ્તારની ઘટના, ઇજાગ્રસ્તને રાજકોટ સારવારમાં લવાયો
  • કારખાનામાંથી રોકડની ચોરી કરનાર શ્રમિકને માર માર્યો, સારવાર માટે સિવિલમાં ખસેડાયો

વીંછિયાના અમરાપુર ગામે વાડી વિસ્તારમાં અમુક લોકો જુગાર રમવા બેઠા હતા ત્યારે એક યુવાનને કોઇએ મજાકમાં ફોન કરી કહ્યુ કે પોલીસ આવે છે. આ વાત સાંભળી પોલીસના ડરથી યુવાન ભાગવા જતા કૂવામાં ખાબક્યો હતો. જો કે તેને એક શખ્સે બચાવી લીધો હતો પરંતુ ગંભીર ઇજાના પગલે હાલ આ યુવાન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવારમાં છે.

આ બનાવની મળતી માહિતી અનુસાર વીંછિયાના અમરાપુર ગામે આવેલ રઘુભાઈ મોહનભાઈની વાડીમાં અમરાપુર ગામનો જ મહેશ બચુભાઈ કુમારખાણીયા(ઉ.વ.35) રાત્રીના એકાદ વાગ્યેવ કુવામાં પડી જતા વાડી માલિકના પુત્રએ તેને બચાવી લીધો હતો. જોકે યુવાન કુવામાં ખાબકતા શરીરે મુંઢ ઈજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિાટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો.

આ બનાવમાં યુવાન સહિતના જુગાર રમવા બેઠા હોઈ પોલીસ આવે છે તેવી જાણ થતા ભાગવા જતા યુવાન કુવામાં પડી ગયો હતો. આ બનાવ અંગે ઈજાગ્રસ્ત મહેશના સગાએ જણાવ્યુંા હતું કે, રાત્રે પાંચ-છ મિત્રો ભેગા થઈ વાડીએ જુગાર રમવા બેઠા હતા. એમાં કોઈએ એક વ્યએક્તિતને ફોન કરી મજાક કરી હતી કે પોલીસ આવે છે ભાગજો.

આ કારણે ગભરાયેલા મહેશ સહિતનામાં ભાગમભાગ થઈ ગઈ હતી. જેમાં મહેશને ભાગતી વખતે અંધારામાં કુવો ન દેખાતા અંદર પડી જતા ઈજાઓ થઈ હતી. જોકે બાદમાં દેકારો સાંભળી વાડી માલિકના પુત્રએ કુવા તરફ દોડી જઈ તેને બચાવી લીધો હતો. જોકે આ બનાવમાં હકિકતે કોઈ પોલીસ આવી નહોતી. પરંતુ કોઈની મજાકને લીધે મહેશ કુવામાં પડી ગયો હતો. આ બનાવે અમરાપુર ગામમાં ચર્ચા સાથે રમુજ પણ ફેલાવી હતી. સદનસીબે વાડી માલિકનો પુત્ર હાજર હોવાથી તેના કારણે મહેશ બચી ગયો હતો.

અન્ય એક બનાવમાં કોટડાસાંગાણીના પડવલા ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં રહેતા અને કારખાનામાં કામ કરતો સોનુ મહેશભાઇ તહેરવાલ નામનો યુવાન મંગળવારે ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો. મારને કારણે ઇજા થઇ હોવાનું જણાવતા પોલીસે સોનુની પૂછપરછ કરતા તે મૂળ ઉત્તરપ્રદેશનો છે અને કારખાનામાં મજૂરીકામ કરે છે.

જે કારખાનામાં કામ કરે છે ત્યાંથી રોકડા રૂપિયા 5 હજારની ચોરી કરી હતી. જે રોકડ બધા શ્રમિકોની તલાશી સમયે પોતાના ખિસ્સામાંથી મળી આવી હોય કારખાનાના માલિક વિજયભાઇ સહિત બે શખ્સે ગાળો ભાંડી પોતાને બાંધીને લોખંડના સળિયાથી માર માર્યો હતો. જેને કારણે પોતાને ઇજા થઇ હોવાનું જણાવ્યું હતું. હોસ્પિટલ ચોકીએ ઇજાગ્રસ્ત સોનુનું નિવેદન નોંધી શાપર પોલીસને જાણ કરી છે.

અન્ય સમાચારો પણ છે...