તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:સોમલપરના આધેડ સમાધાન માટે ગયા અને થઈ મારામારી

જસદણ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • જૂના મનદુઃખના સમાધાનમાં સાથે ગયાને માર પડ્યો

સોમલપર ગામે જૂના મનદુખનું સમાધાન કરવા માટે જનારા આધેડને સમાધાન બાદની ખુશી તો ન મળી પરંતુ માર પડ્યો હતો. વીંછિયા તાલુકાના સોમલપર ગામે રહેતા માધાભાઈ ભોપાભાઈ સોલંકી (ઉ.વ.58) પર બાજુના નવાગામમાં કાળુભાઈ શંભુભાઈ અને વિપુલ સહિતે પાઈપથી હુમલો કરી માર મારતાં સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

ઈજાગ્રસ્ત માધાભાઈના મિત્રનું નામ માધાભાઈ કરસનભાઈ શિયાળ છે. માધાભાઈ શિયાળને તેના વેવાઈ સાથે મનદુઃખ હોવાથી માધાભાઈ સોલંકી સમાધાનની વાત કરવા મિત્ર સાથે ગયા હતા. તે વખતે મિત્રના વેવાઈ પક્ષના લોકોએ મારકુટ કરી હતી. માધાભાઇ તો નિર્દોષ ભાવે સમાધાનકારી ભૂમિકા ભજવવા માટે સાથે ગયા હતા અને તેમના પર પણ વેવાઇએ રોષ ઠાલવી દેતાં મામલો ગરમાયો હતો. જેથી આ બનાવ અંગે વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો