તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરી:વીંછિયામાં કન્યાના પહેરામણીના સોનાના ઘરેણાં અને રોકડની કબાટમાંથી તસ્કરી

જસદણ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પ્રસંગમાં ખલેલ ન પડે તે માટે 10 દિવસ બાદ ઘરધણીની ફરિયાદ

વીંછિયાના મોટામાત્રા રોડ પર રહેતા જોગરાજીયા પરિવારમાં 10 દિવસ પહેલાં લગ્ન પ્રસંગ હોય ત્યારે ફક્ત બે કલાકમાં કબાટમાંથી સોનાના ઘરેણાં અને રોકડ રકમનો કોઈ હાથફેરો કરી ગયાની ફરિયાદ 10 દિવસ બાદ પોલીસમાં દાખલ થતાં પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. આ બનાવ અંગે જેન્તીભાઈ ભીખાભાઈ જોગરાજીયાએ જણાવ્યું હતું કે, ગત તા.15 માર્ચના રોજ મારા પુત્ર નીતિનના લગ્ન હતા.

આ દરમિયાન રાત્રીના 10-30 કલાકે મારા પત્નીએ અમારા આંગણે ચાલતા રાસ ગરબાના પ્રોગ્રામ દરમિયાન કન્યાને પહેરામણીમાં અપાતો સોનાનો ચેન અને બે બુટ્ટીઓ જેવા સોનાના ઘરેણાં પોતાનાં રૂમના કબાટમાં મૂકી કબાટને લોક કરી ચાવી રૂમની ખીંટી પર લટકાવી દીધી હતી. તે પૂર્વે સૂટકેસમાં મારા પુત્રએ રોકડ રકમ રૂપિયા 27 હજાર પણ મુક્યા હતા. પરંતુ રાત્રીના 12-30 કલાકે રાસ ગરબાનો પ્રોગ્રામ પૂરો થતા મારા પત્ની રૂમમાં જતા કબાટ ખુલ્લો જોતા અંદર ઘરેણાંની તપાસ કરતા ગુમ થયા હતા અને વધુ તપાસ કરતા મારા પુત્રની રોકડ રકમ પણ કબાટમાં નહોતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો