ચેતવણી:ભડલી અને વડોદમાં આરોગ્ય કેન્દ્રની બહેનોનો જો પગાર નહીં વધે તો કોવિડ સેશનમાં કામ બંધ

જસદણ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રાંત અધિકારીને આવેદન આપી વેતન વધારાની માગણી દોહરાવાઇ - Divya Bhaskar
પ્રાંત અધિકારીને આવેદન આપી વેતન વધારાની માગણી દોહરાવાઇ
  • કોવિડ સેશનની રાત્રિની કામગીરી પણ કરાવાય, છતાં વેતન અપાતું ન હોવાનો રોષ

જસદણ તાલુકાના ભડલી અને વડોદ ગામની પીએચસી સેન્ટરની બહેનોએ પગાર વધારાની અને કોવિડ સેશનની કામગીરી કરવા બદલ વેતન ચૂકવવાની માંગ સાથે જસદણ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં પીએચસીની બહેનોએ જણાવ્યું હતું કે, અમે અમારું રૂટીન કામ મમતા દિવસ, સગર્ભાની તપાસ અને બાળકોની વિઝીટ સહિતની કામગીરી કરીએ છીએ. છતાં અમારી પાસે ચૂંટણીની કામગીરી પણ કરાવવામાં આવે છે.

જો કે તે કામગીરીનું અમને વેતન પણ ચૂકવવામાં આવતું નથી. એક બાજુ અમને એકદમ ઓછો પગાર ચુકવવામાં આવે છે અને અમારી પાસેથી વધારે કામગીરી લેવામાં આવે છે. જો અમારા ગામોમાં અમારી હાજરી ન હોય તો કોરોના વેક્સિન લેનારા લાભાર્થીઓ કોરોનાની વેક્સિન લેવા આવતા નથી. જેથી અમને અમારી કામગીરી સિવાયની વધારાની કામગીરી કરાવવા બદલ તેનું વધારાનું વેતન ચુકવવામાં આવે. નહિતર આજથી તમામ બહેનો કોવીડ સેશન સહિતની વધારાની કામગીરી બંધ કરીએ છીએ તેવી અંતમાં ચીમકી ઉચ્ચારી હતી.

જસદણ પ્રાંત અધિકારી પ્રિયાંક ગલચરને બહેનોએ પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, અમે કોવીડ સેશન, એન.પી.ડી.ના ફોર્મ ભરવા, ટીબી સર્વે, મેલેરિયા સર્વે, આયુષ્યમાન ભારત કાર્ડની કામગીરી, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની સાફ-સફાઈ કામગીરી સહિતની અનેક કામગીરી કરાવવામાં આવે છે. છતાં તેનું વેતન એકપણ PHC ના બહેનોને ચુકવવામાં આવતું નથી.

કોવિડ સેશનની કામગીરી મફતમાં જ કરાવાય છે
અમને વેતન ઓછું ચુકવવામાં આવે છે અને અમારી પાસેથી કામગીરી વધુ લેવામાં આવે છે. અત્યારે અમને કોવીડ સેશનની રાત્રીની કામગીરી પણ કરાવવામાં આવે છે. છતાં તેનું અમને વેતન પણ આપવામાં આવતું નથી. જેના કારણે અમે તે કામગીરી આજથી જ બંધ કરીએ છીએ. જો અમને કોવીડ સેશનનું વેતન આપવામાં આવશે તો જ અમે તે કામગીરી કરીશું. આજથી અમે અમારું રૂટીન કામ મમતા દિવસ, સગર્ભાની તપાસ અને બાળકોની વિઝીટ સહિતની કામગીરી કરીશું બાકી કોવીડ સેશનની કામગીરી અમે કરવા માંગતા નથી.> ભારતીબેન જતાપરા, PHC કર્મી-ગઢાળા

અન્ય સમાચારો પણ છે...