તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અપના હાથ જગન્નાથ:જસદણના કમળાપુરમાં શ્રમદાન શિબિર, પાણીના પૂરતા ઉપયોગ માટે પ્રતિજ્ઞા લીધી

જસદણ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
આરોહણ પ્રોજેક્ટના બીજા તબક્કામાં લોકોને માર્ગદર્શન - Divya Bhaskar
આરોહણ પ્રોજેક્ટના બીજા તબક્કામાં લોકોને માર્ગદર્શન
 • પર્યાવરણ શિક્ષણ કેન્દ્રના ઉપક્રમે કાર્યક્રમ યોજાયો

જસદણ પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર અને સી.એલ.પી. વિન્ડ ફાર્મ ઈન્ડિયા પ્રાઈવેટ લીમીટેડના સંયુક્ત ઉપક્રમે જસદણ તેમજ ચોટીલા તાલુકાના 9 ગામોમાં આરોહણ પ્રોજેક્ટનો બીજો તબક્કો શરૂ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ અંતર્ગત ગામોમાં પાણી, આજીવિકા અને શિક્ષણ સબંધી કામો કરવામાં આવી રહ્યા છે. આરોહણ પ્રોજેક્ટ અંતર્ગત 17 મી માર્ચના રોજ કમળાપુર ગામમાં ચાલતા બહેનોના મંડળો દ્વારા શ્રમદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામમાં આવેલ સ્મશાનની સફાઈ કરી બગીચામાંથી ઘાસ કાઢ્યું હતું અને વ્યવસ્થિત ક્યારાઓ બનાવી પાણી પાવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જોડાયેલા તમામ લોકોએ પ્રતિજ્ઞા લીધી હતી કે અમે આજથી કચરો કચરા પેટીમાં જ નાખીશું, ગામમાં ઉકરડા નહી કરીએ, જરૂર પુરતું જ પાણી વાપરશું વગેરેપ્રતિજ્ઞા લીધી હતી. જેમાં કમળાપુર ગ્રામપંચાયત, બહેનોના મંડળ અને મૈત્રી ગ્રુપનો તેમજ ગામ લોકોનો ખુબ સહયોગ મળ્યો હતો. આ તકે બહેનો અને ભાઈઓ નિર્ધારિત સમય મુજબ 2 વાગ્યે સ્મશાનમાં સફાઈ માટે જરૂરી સાધનો લઈ ભેગા થયા હતા અને સાથે મળીને સ્મશાનમાં બિનજરૂરી ઉગી નિકળેલ ઘાસ, સુકા પાંદડા તેમજ કચરો સાફ કરી ગામ માટે નિઃસ્વાર્થ ભાવે સેવા પ્રદાન કરવામાં આવી હતી.

જેમાં 10 ભાઈઓ, 26 બહેનો અને બાળકોએ સાથે રહી ખુબજ ઉત્સાહભેર કામગીરી કરી હતી. આ તકે બહેનોએ સાથે મળીને અંતે કચરો કચરાપેટીમાં જ ફેકવાની તેમજ પાણીનો જરૂર પુરતો જ ઉપયોગ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ સમગ્ર કાર્યક્રમનું માર્ગદર્શન સુમન રાઠોડે આપ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રીટાબેન વોરા, અરજણ સાકરીયા અને વૃન્દા ખાતરાએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો