તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લેખિતમાં રજૂઆત:આલણસાગર ડેમની પાઇપલાઇનના કામમાં ગેરરીતિની અનેક ફરિયાદ

જસદણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

જસદણના જીવાદોરી સમાન આલણસાગર ડેમમાં સૌની યોજના અંતર્ગત નાખવામાં આવેલી પાઈપલાઈનના કામમાં ગેરરીતિ દાખવનાર સામે કાર્યવાહી કરવા બાબતે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.

જેમાં જણાવ્યું છે કે, તેમના મતવિસ્તારના જસદણ શહેરને પીવા માટે તેમજ ખેતીવાડી માટે મહત્વ ની યોજના આલણસાગર ડેમ આવેલો છે. આ ડેમમાં જે તે વખતે સૌની યૌજનામાં 15 ડેમ ભરવાની યોજનામાં આલણસાગર ડેમ સુધી સૌની યોજનાની પાઈપલાઈન નાખવાનું કામ છેલ્લા 6 માસથી પૂર્ણ થઈ ગયું છે. ઉપરોક્ત ડેમમાં પાણી ટેસ્ટિંગ પણ કરવામાં આવેલ, પરંતુ ડેમ સુધી પાણી પહોંચ્યું નથી. અનેક વખત સ્થાનિક અધિકારીઓને રજૂઆત કરવા છતાં આજદિન સુધી પાણી પહોંચાડવામાં સફળતા મળી નથી. આમ જસદણના યોજનાના કામમાં ગેરરીતી થઈ હોય તેવું લોકોને લાગે છે અને નબળી કામગીરી અને ડિઝાઈન પ્રમાણે કામ ના થયું હોય તો પણ યોગ્ય તપાસ કરાવી અને તત્કાલ આ લાઈનનું કામ યોગ થાય તેવી મારી વિનંતી છે. જેથી ઉપરોક્ત કામમાં બેદરકારી દાખવનાર સંબંધિતો પર કાર્યવાહીની માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...