તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વોરિયર્સ:જસદણમાં કોરોના વિરુદ્ધની જંગમાં સેવા આપનાર સમિતિના સેવાયજ્ઞનું કાલે એક વર્ષ પૂર્ણ થશે

જસદણ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આખું વર્ષ સંસ્થાના સભ્યોએ કોરોનાના દર્દીઓની સેવા કરી

જસદણની નિઃસ્વાર્થ સેવા સમિતિ દ્વારા માનવતા ખાતર લોકોને મદદરૂપ થવાના શુભ સંકલ્પ સાથે ગત તા.27 માર્ચ 2020 ના દિવસથી જ બિન રાજકીય અને નિ:સ્વાર્થ ભાવે યુવા અગ્રણી મેહુલભાઈ સંઘવીએ સંસ્થાની સ્થાપના કરી હતી. જેનું આગામી તા.27 માર્ચ 2021 ના રોજ એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે. એક વર્ષ પહેલા જે પ્રકારનો સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો હતો તે સેવાયજ્ઞની જયોત હાલના સમયમાં પણ પ્રજવલિત છે.

જોકે લોકડાઉન સમયે જસદણ શહેરમાં સેવાભાવી સંસ્થાઓ અને સેવાભાવી સેવકોનો રીતસરનો રાફડો ફાટ્યો હતો. પરંતુ જસદણ શહેરમાં કોરોનાનો પ્રથમ પોઝીટીવ કેસ આવતાની સાથે જ તમામ સંસ્થાઓ તેમજ સેવાભાવી સેવકો અદ્રશ્ય થઈ ગયા હતા. ત્યારે કપરા સમયમાં પણ જસદણની નિ:સ્વાર્થ સેવા સમિતિના નિડર યોદ્ધાઓ અડીખમ ઉભા રહીને કોરોનાગ્રસ્ત પરિવાર તેમજ કોરોનાગ્રસ્ત વિસ્તારમાં રહેતા લોકોની મદદ માટે પૂરતા પ્રમાણમાં પ્રયત્ન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો