સેવાકાર્ય:જસદણ-વીંછિયા પંથકમાં કોરોના સંક્રમિત દર્દીઓની પડખે રહેશે નિ:સ્વાર્થ સેવા ટ્રસ્ટ

જસદણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાની સંભવિત ત્રીજી લહેરની ગંભીરતાને ધ્યાનમાં રાખી મિટિંગ યોજાઈ

લોકડાઉનના પ્રથમ દિવસ અને કોરોના કાળથી નિ:સ્વાર્થ ભાવે અવિરત સેવાકાર્ય કરતી જસદણ શહેરની એકમાત્ર સંસ્થા નિ:સ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ-જસદણ અને અખિલ ભારતીય માનવાધિકાર નિગરાની સમિતિ જસદણ-વીંછિયાના સંયુકત આયોજન હેઠળ કોરોનાની સંભવિત ત્રીજી લહેરની ગંભીરતાને ધ્યાનમાં રાખી મહત્વની મિટીંગનું આયોજન જસદણના રાધેક્રિષ્ના ઈન્ફોટેક ખાતે કરવામાં આવ્યું હતું.

આ મિટિંગમાં કોરોનાગ્રસ્ત દર્દીઓ તેમજ નાગરીકોને મદદરૂપ થવા માટે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. નિ:સ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ-જસદણના આયોજન હેઠળ પ્રજવલિત સેવાયજ્ઞમાં કુદરતના આશીર્વાદ અને દ્રઢ મનોબળ તેમજ માનવતાભર્યા હ્રદયથી સેવાયજ્ઞમાં અમૂલ્ય આહુતિ આપી સેવાકાર્યમાં સહભાગી થનાર સ્થાનિક વહીવટીતંત્ર, પોલીસ તંત્ર, આરોગ્ય તંત્ર, સરકારી હોસ્પિટલ-જસદણ તેમજ પરોપકારી દાતાઓના સહયોગના કારણે કોરોનાની પ્રથમ અને દ્વિતીય લહેરમાં દર્દીઓ અને નાગરીકોને મદદરૂપ માટેના સેવાકાર્યમાં સંસ્થાને અણધારી ચમત્કારિક સફળતા મળી હતી તેમ નિ:સ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ-જસદણના તેમજ અખિલ ભારતીય માનવાધિકાર નિગરાની સમિતિ જસદણ-વીંછિયાના પ્રમુખ મેહુલભાઈ સંઘવીએ જણાવ્યું હતું.

આ મિટીંગમાં નિ:સ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ-જસદણ અને અખિલ ભારતીય માનવાધિકાર નિગરાની સમિતિ જસદણ-વીંછિયાના વલ્લભભાઈ જીંજુવાડીયા, હસમુખભાઈ મકવાણા, હર્ષાબેન ચાવડા, હિતેશભાઈ જોશી, રમેશભાઈ જેસાણી, અશોકભાઈ ઠકરાળ, ડિમ્પલબેન સંઘવી, દિલીપભાઈ બલભદ્ર, પ્રવિણભાઈ ચોલેરા, વિજયભાઈ રાઠોડ, તરૂણભાઈ પરમાર તેમજ પિયુષભાઈ વાજા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહી કોરોના વિરૂદ્ધની જંગમાં નિડરતા પૂર્વક લડત આપી કોરોનાગ્રસ્ત દર્દીઓ તેમજ નાગરીકોને મદદરૂપ થવા માટેની પૂરતી તૈયારી દર્શાવી હતી. જસદણ-વીંછિયા પંથકમાં આ ટ્રસ્ટના ગ્રૂપે અગાઉ કોરોનાકાળમાં પણ સેવાકાર્ય સતત ચાલુ રાખીને અનેક જરૂરિયાતમંદો અને દર્દીઓની સેવા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...