હાલાકી:વીંછિયાની સિવિલમાં એક મહિનાથી ખિલખિલાટ એમ્બ્યુલન્સ જ નથી !

જસદણ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રસૂતા અને નવજાત શિશુને ઘરે પહોંચવામાં પડતી પારાવાર મુશ્કેલી

વીંછિયા તાલુકાના 46 ગામની સગર્ભા મહિલાઓ પ્રસુતિ માટે વીંછિયાની સરકારી હોસ્પિટલ ખાતે પ્રસુતિ કરાવવા માટે આવે છે. પરંતુ અહીંની સરકારી હોસ્પિટલમાં છેલ્લા એક મહિનાથી ખીલખીલાટ એમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ ન હોવાથી પ્રસુતા અને નવજાત શિશુને ઘરે સલામત રીતે પહોંચવામાં ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. અત્યારે નવજાત શિશુ અને તેની માતાને અન્ય ખાનગી વાહનોનો અથવા ચોટીલા, જસદણ અને ગઢડા તાલુકાની ખીલખીલાટ એમ્બ્યુલન્સનો સહારો લેવો પડી રહ્યો છે.

એમ્બ્યુલન્સ વગર ઘરે જવું કેમ ?
હું મારા દેરાણીની ડિલેવરી માટે ગઈકાલે આવી છું. ડિલેવરી તો ગઈકાલે રાત્રે 11 વાગ્યે થઈ ગઈ છે અને ત્યારથી અમે ખીલખીલાટ એમ્બ્યુલન્સની રાહ જોઈએ છીએ. પણ હજુ સુધી એમ્બ્યુલન્સ આવી નથી. ભારે તકલીફ પડી રહી છે. > સોનલબેન, મહિલા, પીપરડી

ખિલખિલાટની રાહ જોઇને બેઠા છીએે
​​​​​​​મારા ભોજાઈને અમે ગઈકાલે ડીલેવરી માટે લાવ્યા છીએ અને રાત્રે 3 વાગ્યે ડીલેવરી થઈ ગઈ છે. અમે સવારના ખીલખીલાટ એમ્બ્યુલન્સની રાહ જોઈએ છીએ અને અત્યારે રોંઢો થયો તોય એમ્બ્યુલન્સ આવી નથી. > ડો. ગીતાબેન, મહિલા, રેવાણિયા

​​​​​​​એક મહિનામાં 80 ડિલિવરી થાય છે
સપ્ટેમ્બરની પહેલી તારીખથી ખીલખીલાટ એમ્બ્યુલન્સની સુવિધા બંધ છે. આ હોસ્પિટલમાં એક મહિનામાં 80 જેટલી ડિલિવરી થાય છે. અત્યારે જસદણ, ચોટીલા અને ગઢડાથી એમ્બ્યુલન્સ મંગાવી લઈએ છીએ. > ડો. ભાવેશ અિણયાળિયા, સરકારી હોસ્પિટલ, તબીબ

અન્ય સમાચારો પણ છે...