તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભરચોમાસે ડહાપણ:જસદણમાં રોડ બનતા નથી’ને ડાયવર્ઝનની આડશ!

જસદણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
રસ્તાની કામગીરી શરૂ ન કરાતા ડાયવર્ઝનના લીધે લોકોને હાલાકી. - Divya Bhaskar
રસ્તાની કામગીરી શરૂ ન કરાતા ડાયવર્ઝનના લીધે લોકોને હાલાકી.
  • નગરપાલિકાએ રોડ બનાવવાનું શરૂ કર્યાને 15 દિવસ વીત્યા છતાં પણ કામના કોઇ જ ઠેકાણા નથી

જસદણમાં એકબાજુ ચોમાસાનું આગમન થઈ ચુક્યું છે. ત્યારે જસદણ નગરપાલિકાને ચોમાસામાં જ રોડ-રસ્તાઓ બનાવવાનું ડહાપણ સુજતા નગરજનોમાં મોઢા તેટલી વાતો વહેવા લાગી છે. હાલ જસદણ નગરપાલિકા દ્વારા શહેરભરમાં ચોમેર રોડ-રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા છે. જેના કારણે નગરજનો અને વેપારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ જસદણના મુખ્ય માર્ગ ગણાતા મોતીચોકમાં રોડની કામગીરી કરવા માટે રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા છે. આ માર્ગ પરથી દરરોજ હજારો લોકોની અવરજવર રહેતી રહેતી હોય છે. પરંતુ 15 દિવસ પહેલા આદરેલા રોડનું કામ આજદિન સુધી પૂર્ણ કરવામાં આવેલ ન હોવાથી નગરજનોને અનેક મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો છે.

હાલ જસદણ નગરપાલિકા દ્વારા ઠેરઠેર રોડ-રસ્તાઓ તો ખોદી નાખવામાં આવ્યા છે. પરંતુ ચોમાસાની ઋતુ બેસી ગઈ હોવા છતાં ઠેરઠેર રસ્તાઓ ખોદી નખાયા હોવાથી જો આવનારા દિવસોમાં સારો વરસાદ થશે તો લોકોને ચાલવું પણ મુશ્કેલ બની જશે. અધૂરામાં પૂરું જસદણ નગરપાલિકા દ્વારા અમુક જગ્યાએ જ રસ્તાનું કામ ચાલુ છે તેવા ચેતવણીના બોર્ડ લગાવેલા છે. જ્યારે અન્ય જગ્યાએ બાવળોની ડાળીઓ આડશ રૂપે ગોઠવી દેવામાં આવી છે. ત્યારે સવાલ એ થાય છે કે, જસદણ નગરપાલિકા પાસે સ્વૈચ્છિક લોકડાઉન સમયે પુરતો સમય હતો. છતાં ચોમાસાની શરૂઆત થતાની સાથે જ રોડ-રસ્તાઓના કામો આદરતા નગરજનોમાં તંત્રના સત્તાધીશોની કામગીરી સામે ભારે નારાજગી ઉઠવા પામી છે. જો ખરેખર જસદણ નગરપાલિકાના સત્તાધીશોને રોડ-રસ્તાઓ બનાવી શહેરનો વિકાસ જ કરવો હતો તો ચોમાસાના આગમન પૂર્વે કરવો હતો તેવું નગરજનોમાં ચર્ચાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...