તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોંગ્રેસનું ભંગાણ:ભાડલા બેઠક માટે ટિકિટ ન મળતા રાજીનામું દીધું

જસદણ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લા કોંગ્રેસ મહામંત્રીએ પદ ફગાવ્યું

રાજકોટ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી હસમુખભાઈ કડવાભાઈ સોસાએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યુ હતું. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા 20 વર્ષથી કોંગ્રેસ સાથે કાર્યકર તરીકે ફરજ બજાવી હતી. પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જસદણ તાલુકાના ભાડલા સીટના જિલ્લા પંચાયત બેઠકના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ટિકીટ ન મળતા રાજકોટ જિલ્લા પ્રમુખને રાજીનામું ધરી દેતા કોંગ્રેસનું ભંગાણ થઈ ગયું હતું.

હસમુખભાઈ સોસાએ રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી તરીકે રાજીનામું ધરી દેતા જસદણનું રાજકારણ ગરમાયું હતું તેમજ ભાડલા જિલ્લા પંચાયત બેઠકમાં યોગ્ય રીતે ટિકીટ ન મળતા નારાજગીના લીધે રાજીનામું આપ્યું હોવાની વાત દોહરાવી હતી. આ બાબતને લઈને કોંગ્રેસને અલવિદા કરી ભાજપનો ભગવો ધારણ કર્યો હતો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો