આવેદનપત્ર:વીંછિયામાં VCEને 2 વર્ષથી કમિશન ન અપાતા રજૂઆત

જસદણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કમિશન ન મળે ત્યાં સુધી ઇ-પોર્ટલનું કામ બંધ

વીંછિયા તાલુકાના VCEએ ટીડીઓને કમીશન ન મળવા બાબતે ધગધગતું આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, વિંછીયાના VCEને સને 2020-21 અને 2021-22 નું ચણાનું કમીશન અને મગફળી ડેટાએન્ટ્રીનું કમીશન બે-બે વર્ષ વીતવા છતાં હજુ સુધી મળ્યું નથી.

આ સિવાય ઈ-શ્રમકાર્ડનું કમીશન પણ હજુ સુધી VCE અપાયું નથી. હાલ ધિરાણની સીઝન ચાલુ હોવાથી ખેડૂતોને કોઈ તકલીફ ન પડે તે માટે તમામ VCE દ્વારા 7-12 સિવાયની ઈ-ગ્રામ પોર્ટલની તમામ કામગીરી જ્યાં સુધી અગાઉનું બાકી કમીશન ચુકવવામાં ન આવે ત્યાં સુધી બંધ રાખશે તેવું વિંછીયા VCE મંડળ દ્વારા અંતમાં જણાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...