તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સારા સમાચાર:જસદણની મોડેલ સ્કૂલના કોવિડ કેર સેન્ટરમાં કોરોનાગ્રસ્ત દર્દીની રિકવરીની સંખ્યા વધી

જસદણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 60 કોરોના પોઝિટિવ દર્દી દાખલ થયેલા, 25 દર્દીને સ્વસ્થ કરીને ઘરે રજા અપાઇ

જસદણમાં ચોટીલા રોડ પર આવેલ મોડેલ સ્કૂલ ખાતે ગત તા.4 મેં થી શરૂ થયેલ કોવિડ કેર સેન્ટરમાં અત્યાર સુધી કુલ 60 કોરોના પોઝીટીવ દર્દીઓ દાખલ થયેલા હતા. જેમાંથી 25 દર્દીઓને સ્વસ્થ કરીને ઘરે રજા આપવામાં આવી છે. જોકે હાલમાં 35 દર્દીઓ દાખલ છે. ત્રણેય સીટમાં નર્સિંગ સ્ટાફ ખડે પગે દર્દીઓની સારસંભાળ લઈ રહ્યા છે.

અહીં દાખલ થયેલા દર્દીઓને સવારમાં નિશુલ્ક પૌષ્ટિક નાસ્તો, ચા, બે ટાઈમ ભોજન, બપોર પછી ફ્રુટ, કઠોળ, સૂપ વગેરે અને રાત્રે હળદરવાળું ગરમ દૂધ આપવામાં આવી રહ્યું છે. દર્દી સાથેના તેમના તમામ સગા-વ્હાલાઓને પણ નિઃશુલ્ક ત્રણેય ટાઈમ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સેવાકાર્યમાં દાતાઓ તરફથી પણ નાસ્તો, સૂપ, કઠોળ વગેરે પણ આપવામાં આવી રહ્યું છે. આ કોવિડ કેર સેન્ટરનો સમગ્ર વહીવટી સંચાલન અને દેખરેખ સર્વ સમાજના આગેવાનો સાથે મળીને કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...