પ્રેરક આયોજન:700થી વધારે પુસ્તકના ભંડાર સાથે વાંચન શિબિર

જસદણ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

વીંછિયા ખાતે કલ્યાણ ગ્રુપ દ્વારા પુસ્તક વાંચન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વીંછિયા શહેર અને તાલુકાના વાંચન પ્રેમી લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા. આ પુસ્તક વાંચન શિબિરમાં કલ્યાણ ગ્રુપ દ્વારા 700 થી વધુ પુસ્તકોના વાંચનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દર મહિનાના પહેલા રવિવારે વિનામૂલ્યે દરેક વાંચન પ્રેમીઓને કલ્યાણ ગ્રુપ દ્વારા પુસ્તક અર્પણ કરવામાં આવશે અને જે લોકો પુસ્તક વાંચવા માંગતા હોય તે દરેક પ્રકારના પુસ્તકોની વ્યવસ્થા કલ્યાણ ગ્રુપ દ્વારા ગોઠવવામાં આવી હતી. અગાઉ પણ આ ગ્રુપ દ્વારા વૃક્ષારોપણ જેવા અનેક સેવાકાર્યો કરવામાં આવેલ છે.

ત્યારે વીંછિયા વિસ્તારના તમામ લોકોને સારા પુસ્તકોનું વાંચન મળી રહે તે હેતુ સાથે કલ્યાણ ગ્રુપ દ્વારા પુસ્તક વાંચન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે કલ્યાણ ગ્રુપના પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વીંછિયા પંથકના લોકોને દર મહિનાના પહેલા રવિવારે વિનામૂલ્યે દરેક પ્રકારના પુસ્તકો આપવામાં આવશે. આથી પુસ્તક પ્રેમીઓ અને વાંચનના શોખીનોને ઘર આંગણે જ જ્ઞાનનો તેમજ માહિતીનો વિશાળ ભંડાર ઉપલબ્ધ થશે.

અન્ય સમાચારો પણ છે...