ઉજવણી:ચિતલિયામાં ઠાકોરજી મંદિરે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો

જસદણ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નગરયાત્રા સહિતના કાર્યક્રમોમાં ભાવિકો જોડાયા

જસદણના ચિતલીયા ગામે આવેલા ઠાકોરજી મંદિરમાં ભગવાન લક્ષ્મીનારાયણ, અંબાજી માતાજીની ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચિતલીયા ગામ તેમજ જય અંબે નવરાત્રી મંડળના સાથ સહકારથી ઉજવાયો હતો. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રથમ દિવસે દેશ સુધી કુંડ રચના સ્થાપન, મૂર્તિ ધાન્યાધિવાસ, રાત્રે ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.

જ્યારે બીજા દિવસે ગણપતિ પૂજન, સ્થાપના પૂજન, ગૃહશાંતિ મંદિર, જલાભિષેક, પ્રધાન હોમ, ભગવાન લક્ષ્મીનારાયણ, અંબાજી માતાજીની મૂર્તિની નગરયાત્રા યોજાઇ હતી. યાત્રામાં ગામના લોકો ડીજેના તાલે ઝુમી ઊઠ્યા હતા. ત્રીજા દિવસે ગણપતિ પૂજન, સ્થાપના પૂજન, મૂર્તિ અભિષેક, પ્રાણ પ્રતિષ્ઠા ત્યારબાદ ગામ ઠાકોરજી મંદિરના પુજારી ભુપત મહારાજ દ્વારા થાળ, મહાઆરતી કરી ભગવાન લક્ષ્મીનારાયણ તેમજ અંબાજી માતાના દર્શન ખુલ્લા મુકાયા હતા.

અન્ય સમાચારો પણ છે...