સુવિધા:આટકોટમાં PM મોદી 50 કરોડના ખર્ચે નિર્મિત મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કરશે

જસદણ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 29મીએ કાર્યક્રમ, બોઘરાના પ્રયાસોથી લોકોને આરોગ્યની ઉત્તમ સુવિધા મળશે

જસદણના આટકોટ ખાતે નહી નફો-નહી નુકસાનના ધોરણે શરૂ થનારી પટેલ સેવા સમાજ સંચાલિત કે.ડી.પરવાડીયા મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલનું કામ હવે પૂર્ણ થવાના આરે છે. ત્યારે જસદણ-વીંછિયા તેમજ આજુબાજુના પંથકના લોકો માટે આશિર્વાદરૂપ આ હોસ્પિટલમાં જસદણના પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરાની મહેનતથી આધુનિક હોસ્પિટલ શરૂ થવા જઈ રહી છે. જેના લોકાર્પણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહેવાના હોય આ પંથકમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.લોકાર્પણ સમારોહ તા.29ના રોજ યોજાનાર છે.

આટકોટમાં આકાર લઈ ચૂકેલી 200 બેડની હોસ્પિટલનું આગામી તા.29મીએ લોકાર્પણ થઇ રહ્યું છે ત્યારે આ તકે વડાપ્રધાન મોદી,મુખ્યમંત્રી ભૂપેન્દ્રનભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા સહિતના પ્રધાનો, ધારાસભ્યો, ઉદ્યોગપતિઓ, સમાજ સેવકો અને દાતાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.

આ હોસ્પિટલની માહિતી આપતાં બોઘરાએ જણાવ્યું હતું કે આ હોસ્પિટલના નિર્માણમાં અંદાજે રૂ.50 કરોડનો ખર્ચ થયો છે. આજદિન સુધી જસદણ વીંછિયા વિસ્તારના લોકોને શારીરીક બીમારી વખતે સારવાર માટે બહારગામ જવું પડતું હતું,. વર્ષોથી મારૂ એક સપનું હતું કે આ પંથકનાં સામાન્ય પરીવારના દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે હોસ્પિટલ બનાવવી. જે મારો સંકલ્પ હતો તે હવે પુરો થવા જઈ રહ્યો છે. હોસ્પિટલમાં દર્દીઓને કોઈપણ જાતની અગવડતા ન પડેતે માટે કેન્દ્ર અને રાજય સરકારના નિયમો મુજબ બાંધકામ અને બીજી તમામ પ્રકારની સુવિધા ઉભી કરી છે.

અન્ય સમાચારો પણ છે...