વતનને ઉપવન બનાવીએ:વીરનગરને હરિયાળું બનાવવા 650 રોપાનું વાવેતર,જતનના સંકલ્પ

જસદણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વતનને ઉપવન બનાવીએ એ પ્રોજેક્ટ અંતર્ગત યોજાયો કાર્યક્મ

“આવો, વતનને હરિયાળું બનાવીએ” એ પ્રોજેક્ટ અંતર્ગત જસદણના અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રવિવારે જસદણના વિરનગર ગામના મોક્ષધામ ખાતે મિયાવાકી જંગલ - જાપાનીઝ પદ્ધતિ પ્રમાણે ઉપવનનું નિર્માણ કરવા માટે ખાસ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને 650 જેટલા રોપાં વાવી, તેના ઉછેરના સંકલ્પ અાગેવાનો, બાળકોએ લીધા હતા. આ વૃક્ષોમા ફળાઉ, ઔષધિય રોપાનો સમાવેશ થાય છે. અવતાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ટ્રસ્ટના સભ્યો,વિરનગર ગામના આગેવાનો તથા ઉત્સાહી યુવાનોએ છેલ્લા ઘણા સમયથી દિવસ- રાત મહેનત કરીને ખૂબ મોટી ઉત્તમ શ્રમસેવા કરી હતી.

આ અવતાર ઉપવનમાં (મિયાવાકી જંગલ - જાપાનીઝ પદ્ધતિ પ્રમાણે) 650 જેટલા દેશી કુળના વૃક્ષોનું વાવેતર ખૂબ જ ઓછી જગ્યામાં દિકરીઓ, આગેવાનો, દાતાઓ, મહેમાનો અને ગામજનો હસ્તે કરવામા આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિરનગર ગ્રામ પંચાયત તથા સમસ્ત ગ્રામજનોનો ખુબ જ આર્થિક તેમજ શ્રમદાન રૂપે ખુબ જ સાથ સહયોગ થકી અવતાર ઉપવનનું ખુબ જ સુંદર રીતે નિર્માણ થયું હતું.

આ કાર્યક્રમમાં જસદણ તાલુકાના બહોળી સંખ્યામાં પર્યાવરણ પ્રેમી લોકોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને ચાર ચાંદ લગાવી દીધા હતા.આગામી સમયમાં આ પ્રોજેક્ટ હેઠળ જસદણ તાલુકાના કોઈપણ ગામમાં અવતાર ઉપવન બનાવવા ગ્રામજનો ઈચ્છુક હોય તો ટ્રસ્ટનો અવશ્ય સંપર્ક કરે તેમ અવતાર ટ્રસ્ટના આગેવાનોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...