આરોહણ પ્રોજેક્ટ:જસદણ પર્યાવરણ શિક્ષણ કેન્દ્રનું ત્રિવેણી શ્રમદાનનું આયોજન

જસદણ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

જસદણ, ચોટીલાના 9 ગામોમાં આરોહણ પ્રોજેક્ટનો બીજો તબક્કો શરૂ કરાયો છે, પ્રોજેક્ટ અંતર્ગત પાણી, આજીવિકા, શિક્ષણ સંબધી કામો કરાઇ રહ્યા છે. આ પ્રોજેક્ટ અંતર્ગત બરવાળામાં ચાલતા બહેનોના મંડળો દ્વારા શ્રમદાનનું આયોજન કરાયું છે.

જેમાં સ્મશાનની સફાઈ કરી, લાકડા ગોઠવ્યા, દરવાજો વ્યવસ્થિત કર્યો. બગીચામાંથી ઘાસ કાઢ્યું, કાંટા ઝાળા-ઝાંખરા કાપ્યા, રસ્તાની સફાઈ કરી. રામજી મંદિરની આસપાસની શેરીઓની સફાઈ કરી, સુકો કચરો, પાંદડા ભેગા કરી ખાતર બનાવવા માટે ઉપયોગ કરાયો. સાથે એક મેસેજ આપ્યો, કચરો સળગાવવો નહી પણ કમ્પોસ્ટ ખાતર બનાવવું. ગામમાં આવેલ સમાજવાડીનો કોઈ ઉપયોગ થતો નહી તેની સાફ-સફાઈ કરી. ગ્રામ પંચાયત દ્વારા સમાજવાડીના તૂટેલા બારી બારણા નવા નખાવી અને લાઈટની સુવિધા કરાવી આપશે જેથી મહિલા મંડળના બહેનો મિટિંગ કરી શકે અને બધા લોકોએ પ્રતિજ્ઞા લીધી કે અમે આજથી કચરો કચરાપેટીમાં જ નાખીશું, કોરોના વેક્સીન લેવી જરૂરી છે તે વાત સમજાવી.

અન્ય સમાચારો પણ છે...