નિમણૂક:પાલિકામાં પાટીદાર પાવર: જસદણમાં કારોબારી ચેરમેન પદે શોભના ઢોલરિયા

જસદણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાજપના બે સભ્યે મેન્ડેટ જોતા જ નારાજગી વ્યક્ત કરી ચાલતી પકડતા રાજકારણ ગરમાયું‎
  • ઈતિહાસમાં પ્રથમ વખત પાલિકાના કારોબારી ચેરમેનની નિમણૂક માટે સેન્સ લેવાઇ‎

જસદણ પાલિકાની મળેલી છઠ્ઠી સામાન્યસભામાં કારોબારી ચેરમેન તરીકે વોર્ડ નં.3 ના ભાજપના સદસ્ય શોભનાબેન જયંતીભાઈ ઢોલરીયાની વરણી થઇ હતી . જસદણ પાલિકા ખાતે શનિવારે સવારે પાલિકાના પ્રમુખ અનિતાબેન અલ્પેશભાઈ રૂપારેલીયાના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં પ્રથમ એજન્ડામાં ગત સામાન્ય સભાની કાર્યવાહી નોંધનું વાંચન કર્યા બાદ બહાલી મળી હતી. જ્યારે બીજો એજન્ડા પાલિકાના નવા કારોબારી ચેરમેનની નિમણુંકનો હતો.

જેમાં પાર્ટી તરફથી મેન્ડેટ ભાજપના વોર્ડ નં.3 ના સદસ્ય શોભનાબેન ઢોલરિયાનો નીકળતા અમુક ભાજપના સદસ્યોએ તેમની તરફેણમાં મત વ્યક્ત કરતા તેઓ એક વર્ષ માટે કારોબારી ચેરમેન બન્યા હતા. જસદણ પાલિકાના ઇતિહાસમાં આ પહેલી વાર બન્યું હતું કે ચેરમેનના નામની જાહેરાત કરતા પહેલાં સેન્સ પ્રક્રિયા લેવી પડી હોય. શોભનાબેન ઢોલરીયાનો મેન્ડેડ આવતા ભાજપના કાજલબેન ઘોડકીયા અને કેતનભાઈ લાડોલાએ વિરોધ દર્શાવી ચાલતી પકડી હતી . તેમજ પાલિકાના કારોબારી ચેરમેન પદે ઈત્તર સમાજના સભ્યની બાદબાકી કરી પાટીદાર સમાજના સભ્યને જવાબદારી સોંપતા રાજકારણમાં નવાજૂની થવાના એંધાણ જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...