રજૂઆત:જસદણથી ગોંડલ જતી બસમાં જીવના જોખમે મુસાફરી કરવા ઉતારૂઓ મજબૂર

જસદણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોટાદડવાના સરપંચે રજૂઆત કરતા ડેપો મેનેજર બસ શરૂ કરવા તૈયાર

જસદણથી ગોંડલ જતી બસમાં મુસાફરો જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા હોઇ, રત્નકલાકારોની માગણીને મોટાદડવાના સરપંચે ડેપો મેનેજરને કરતાં અંતે મેનજરે બસ શરૂ કરવાની તૈયારી બતાવી હતી. ટ્રાફિક મળતો હોવા છતાં S. T. નિગમે જુના રૂટ બંધ કરી દેતા સરપંચવાળાની સફળ રજૂઆતથી ડેપો મેનેજરે ત્વરિત જૂનો રૂટ ચાલુ કરી આપવાની ખાતરી આપી હતી.

નોંધનીય છે કે જસદણથી ગોંડલ જતી એસટીમાં જીવના જોખમે પેસેન્જરોને મુસાફરી કરવી પડી રહી છે. જસદણ હીરા ઉદ્યોગ માટે ઉત્તમ સવલત, રોજગારી પૂરો પાડતો તાલુકામાં અવ્વલ નંબર પર છે. પરંતુ આ જ રત્નકલાકારો માટે ગોંડલ સુધી જવા માટે સાંજના 6 થી એસટી બસ મળતી નથી. જેના કારણે છેલ્લી બે બસ બરવાળા જૂનાગઢ રૂટની 6:15 આવતી મીની બસમા મુસાફરો વધી જાય છે.

સરપંચે આ મુદે જસદણ ડેપો મેનેજરની મુલાકાત લઇ સીધી ચર્ચા કરી હતી અને જણાવ્યું હતું કે 400થી વધુ મુસાફર સમી સાંજે વાહનો ગોતવા રઝળપાટ કરતા હોય છે ત્યારે ચાલુ બસ પણ જસદણ ડેપો માંથી બંધ કરી દેતા પેસેન્જરે ને શા માટે હેરાન કરી રહ્યા છો? બરવાળા જૂનાગઢ,તેમજ જસદણ ગોંડલ તથા સાળંગપુર ગોંડલ એમ બે થી ત્રણ બસ જો મળતી થઈ જાય તો 400 થી વધુ નોકરિયાત સહિત હીરાઘસુ માટે ટ્રાફિક સમસ્યા કાયમ માટે ઉકેલ આવી શકે તેમ છે.

બીજી તરફ રત્નકલાકારોએ અને અપડાઉન કરતા મુસાફરોએ એવો આક્રોશ ઠાલવ્યો હતો કે ડેપો મેનેજર નવી બસ ન મૂકે તો કંઈ નહીં પરંતુ જે ચાલુ હતી એ ગોંડલ સાળંગપુર બસ પણ બંધ કરી દેતા આ ટ્રાફિક વધુ પ્રબળ બન્યો છે, જે સેવા શરૂ કરવામાં આવે તે નિયમિત મળતી રહે તે પણ એટલું જ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...