આપઘાત:જસદણના પોલારપર રોડ પર રહેતી પરિણીતાનો ફાંસો ખાઇ આપઘાત

જસદણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતક કોમલ - Divya Bhaskar
મૃતક કોમલ
  • મોત માગ્યાની 15 મિનિટ પહેલાં પિતાને ફોન કર્યો કે તમે અને મમ્મી અહીં આવો ને....
  • બે વર્ષ પહેલાં લગ્ન કરનારી પરિણીતાએ પંખા સાથે ચૂંદડી બાંધી અંતિમ પગલું ભરી લીધું

જસદણ તાલુકાના પોલારપર ગામે પિયર ધરાવતી અને જસદણના પોલારપર ગામે જ સાસરે રહેતી કૈલાશબેન ઉર્ફે કોમલબેન હિતેશભાઈ મકવાણા (ઉ.વ.25) એ શનિવારે બપોરના 12 વાગ્યા આસપાસ કોઈપણ અગમ્ય કારણોસર પોતાના ઘરની અંદર પંખા સાથે ચુંદડી બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારજનોમાં અરેરાટી પ્રસરી ગઈ હતી.

આ આપઘાતના બનાવની જાણ તેના પતિને થતા તાત્કાલિક જસદણ પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પંખા સાથે લટકતી મહિલાની લાશને નીચે ઉતારી જસદણની સિવિલ હોસ્પિટલ ખાતે પી.એમ.અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે આપઘાતના બનાવનું કારણ અકબંધ હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.

અમારી તો રાહ જોવી હતી, પિતાનો વલોપાત
મારી દીકરીના બે વર્ષ પહેલા હિતેશ મકવાણા સાથે લગ્ન થયા હતા અને મારી દીકરી અને મારા દીકરાનું સામ-સામું કર્યું હતું. બનાવ બન્યો તેના 15 મિનીટ પહેલા ફોન આવ્યો કે તમે અને મમ્મી બન્ને અત્યારે જ અહિયાં આવો. જેથી અમે બન્ને નીકળી ગયા હતા અને રસ્તામાં પહોંચ્યા ત્યાં મારા જમાઈનો ફોન આવ્યો કે તમારી દીકરીએ આવું પગલું ભરી લીધું છે. મારી દીકરીએ અમારી રાહ પણ ન જોઇ. > પરસોત્તમભાઈ જાદવભાઈ, મૃતકના પિતા

મારે તેમની સાથે કોઈ અણબનાવ ન હતો
હું બહારથી આવીને જ્યારે ઘરે ગયો ત્યારે મારી પત્ની ફાંસો ખાધેલી હાલતમાં લટકતી હતી. હું આટકોટથી ગાડી લઈને કપડા બદલવા ઘરે આવ્યો હતો અને જોયું તો આવું બની ગયું હતું. મારે તેમની સાથે કોઈ માથાકૂટ પણ થઈ ન હતી. મારે સંતાનમાં કંઈ નથી અને ક્યાં કારણોસર આ પગલું ભરી લીધું તેનો મને ખ્યાલ નથી. > હિતેશભાઈ મકવાણા, મૃતકના પતિ

અન્ય સમાચારો પણ છે...