તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાતનો પ્રયાસ:સાસુ સાથે ઢોર દોહવા મુદ્દે ચડભડ થતાં પરિણીતાએ એસિડ પી લીધું

જસદણ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જસદણના ગોખલાણા ગામે બનાવ બન્યો

જસદણના ગોખલાણા ગામે સાસુ સાથે ઢોર દોહવા મુદ્દે ચડભડ થતાં પરિણીતાએ એસીડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે પરિણીતાને તાત્કાલીક રાજકોટ સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ હોવાનું જાણવા મળ્યુ છે.

આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર જસદણ તાલુકાના ગોખલાણા ગામે રહેતી લક્ષ્મીબેન સામતભાઈ મુંધવા(ઉ.વ.22) નામની પરિણીતાએ સાસુ સાથે ઢોર દોહવા જેવી સામાન્ય બાબતે ચડભડ થતા એસીડ પી લીધુ હતુ. જો કે પરિણીતાને પ્રથમ જસદણ સારવાર અપાવી સ્થિતિને ધ્યાને લઇ વધુ સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે જસદણ પોલીસને જાણ કરી હતી.

એસીડ પી જનાર લક્ષ્મીબેનના ત્રણ વર્ષ પહેલા લગ્ન થયા છે. પતિ સામતભાઈ દૂધનો ધંધો કરે છે. આ બનાવ અંગે પરિવારજનોના કહેવા મુજબ, ઢોર દોહવા બાબતે લક્ષ્મીબેનને સાસુ સાથે થોડીઘણી ચડભડ થયા બાદ તેણીને માઠુ લાગી જતા એસીડનો ઘૂંટડો ભરી લીધો હતો. જેથી જસદણ પોલીસે પરિવારજનોના જણાવ્યા મુજબ આગળની વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...