તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લો બોલો!:જસદણ પંચાયતમાં 22 સીટ પૈકી ભાજપના 21 ઉમેદવારે શૈક્ષણિક લાયકાત ન દર્શાવી

જસદણ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જ્યારે કોંગ્રેસના તમામ ઉમેદવારોએ અભણથી લઈ એમ.કોમ. સુધીનો અભ્યાસ દર્શાવ્યો

જસદણ તાલુકા પંચાયતની 22 બેઠક માટે ભાજપ-કોંગ્રેસ સહિતની પાર્ટી દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા. પરંતુ જસદણ તાલુકા પંચાયતની 22 સીટના ભાજપના ઉમદેવાર પૈકી માત્ર પાંચવડા સીટના મહિલા ઉમદેવાર શિવાયના એકપણ ઉમેદવારે ફોર્મમાં મારી શૈક્ષણિક લાયકાતોનું ખાનું ખાલી છોડી દેતા અનેક સવાલો ઉદભવ્યા હતા. ભાજપના 22 પૈકીના 21 ઉમેદવારોએ ક્યાં કારણોસર શૈક્ષણિક લાયકાતોનું ખાનું ખાલી છોડી દીધું હતું. શું ભાજપના 22 ઉમેદવારો પૈકી માત્ર એકજ ઉમેદવાર શૈક્ષણિક લાયકાત ધરાવતા હશે અને અન્ય ઉમેદવારો શું અભણ હશે તેવું માની લેવું તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે.

એક ઉમેદવારે જ લાયકાત દર્શાવી
ભાજપના માત્ર પાંચવડા સીટના એકજ મહિલા ઉમેદવારે શૈક્ષણિકનું ખાનું ભર્યું બાકી બધાના ખાલી જોવા મળ્યા. જ્યારે કોંગ્રેસના તમામ ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાતો દર્શાવી હતી. જેમાં અભણ-4, (ધોરણ-1)-1, (ધોરણ-2)-2, (ધોરણ-3)-1, (ધોરણ-4)-2, (ધોરણ-6)-4, (ધોરણ-7)-2, (ધોરણ-10)-4 અને એમ.કો.-1 મળી તમામ ઉમેદવારોએ સરકારી ઉમેદવારી ફોર્મમાં પોતાની શૈક્ષણિક લાયકાતો દર્શાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો