તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ નામનો:સ્ટેડિયમના નામકરણ સામે જસદણમાં પાટીદાર આંદોલન સમિતિનો વિરોધ

જસદણ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
સમિતીના આગેવાનોએ મામલતદારને રજૂઆત સાથે ફરી સરદારનું નામ ન જોડાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. - Divya Bhaskar
સમિતીના આગેવાનોએ મામલતદારને રજૂઆત સાથે ફરી સરદારનું નામ ન જોડાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.
  • તાલુકા સેવા સદન ગજવી, મામલતદારને આવેદન પાઠવી રજૂઆત

જસદણમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના સભ્યોએ અમદાવાદ સ્ટેડિયમનું નામ બદલવામાં આવ્યું તે અંગે બુધવારે જસદણ તાલુકા સેવા સદન ગજવી મૂક્યું હતું સમિતિના સભ્યોએ જસદણ તાલુકા સેવા સદન કચેરીમાં મામલતદારને એક આવેદનપત્ર પત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યું હતું કે અમદાવાદના મોટેરા ખાતેના સ્ટેડિયમનું નામ સરદાર પટેલ હતું પણ હમણાં ભાજપ સરકારએ સરદાર પટેલના નામ પર પીંછડો ફેરવી અને તેનાં પર દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું નામ નાખી દેતાં આ સરદાર અને દેશનું ઘોર અપમાન છે.

વધુમાં એમણે જણાવ્યું હતું કે ભાજપની સરકારએ અગાઉ પણ અનેકના નામો રદ્દ કરી બીજા નામો ગોઠવી દેવામાં આવ્યાં છે.છેલ્લે જણાવ્યું હતું કે ભાજપના નેતાઓ જે ખરેખર મહાન છે તેનાં નામો ભૂંસી પોતાને મહાન સાબિત કરવાં મથી રહ્યાં છે ત્યારે અમદાવાદ સ્ટેડિયમમાં સરદાર ને ફરી જોડવામાં નહિ આવે તો અમારે લોકશાહી ઢબે આંદોલન કરવાની ફરજ પડશે તેવી અંતમાં ચીમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...