મેઘવર્ષા:આટકોટમાં એક, જસદણમાં અડધો ઇંચ વરસાદ ખાબક્યો

જસદણએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચોમાસું જતાં જતાં પંથકની ધરતીને બરાબર ધરવી દેવા માગતું હોય તેમ જસદણ અને આટકોટ પંથકમાં આજે સમી સાંજે જોરદાર ઝાપટું વરસી ગયું હતું અને આટકોટમાં એક ઇંચ તો જસદણમાં અડધો ઇંચ પાણી વરસી જતાં ઠંડક પ્રસરી ગઇ હતી અને લોકોને ગરમીમાં રાહત મળી હતી. આટકોટ પંથકમાં આજે અડધી કલાકમાં એક ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદ તૂટી પડયો હતો. હાથિયો નક્ષત્ર બેસતાની સાથે જ વરસાદે જોર બતાવ્યું હતું. જ્યારે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ખારચીયા, પાચવડા, જંગવડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદના પડી ગયાના વાવડ છે. ખેતરમાંથી ઉપાડેલી માંડવી પલળી જતાં ખેડૂતોની ચિંતા વધી હતી. ખેતરમાં પડેલી માંડવીને નુકસાની સહેવાનો વારો આવ્યો હતો. બીજી તરફ જસદણમાં પણ અડધો ઇંચ વરસાદ પડી જતાં માહોલ ઠંડો બની ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...