યોગ્ય જાળવણીના અભાવે ખંડેર હાલત:જસદણમાં ઓક્ટ્રોય બંધ થતા જકાતનાકા યોગ્ય જાળવણીના અભાવે ખંડેર હાલતમાં

જસદણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમુક ઓકટ્રોયનાકામાં માથાભારે તત્ત્વોનું દબાણ, તો અમુકમાં કચરાના ગંજ

જસદણમાં આટકોટ રોડ ઉપર આવેલા ઓકટ્રોયનાકાનો એક સમયે દબદબો હતો. પરંતુ ઓકટ્રોય નાબુદ થયા બાદ જાળવણીના અભાવે શહેરના તમામ ઓકટ્રોયનાકા હાલ ખંઢેર હાલતમાં ફેરવાઈ ગયા છે. હાલ અમુક ઓકટ્રોયનાકા પર માથાભારે તત્વો દ્વારા દબાણ પણ કરવામાં આવ્યા છે. તો બીજીબાજુ અમુક ઓકટ્રોયનાકા કચરાથી ઉભરાય પણ ગયા છે.

છતાં જવાબદાર તંત્ર દબાણ દુર કરવાનું કે સફાઈ કામ કરવાનું વિચારતું પણ નથી. જેના કારણે સરકારની મહામુલી ઈમારત જાળવણીના અભાવે ખંઢેર હાલતમાં ફેરવાઈ જતા અમુક તત્વો દ્વારા તેના બારી-દરવાજા પણ ઉપાડી લેવામાં આવી રહ્યા છે. જેથી જસદણમાં વર્ષોથી જાળવણીના અભાવે ખંઢેર બની ગયું છે.

હવે ઓક્ટ્રોયનાકું જમીનદોસ્ત થવાના આરે
જસદણમાં ઓકટ્રોયનાકા જાળવણીના અભાવે ખંઢેર હાલતમાં ફેરવાઈ ગયા છે. જો જવાબદાર તંત્ર દ્વારા તેની મરામત કામગીરી હાથ ધરવામાં આવે તો લાખોની સરકારી મિલકતોનો લોકો માટે સદુપયોગ પણ થઈ શકે તેમ છે. જો જવાબદાર તંત્ર દ્વારા તમામ ઓકટ્રોયનાકાની મરામત કામગીરી કરાવી તેની જગ્યાએ નાની-મોટી સરકારી કચેરીઓ બનાવવામાં આવે તો તેનો લોકો માટે સદુપયોગ થઈ શકે તેમ છે. પરંતુ જવાબદાર તંત્રની બેદરકારીના કારણે જસદણ-આટકોટ વચ્ચે આવેલું ઓકટ્રોયનાકું હાલ જમીનદોસ્ત થવાના આરે જોવા મળી રહ્યું છે. }તસવીર: દીપક રવિયા

અન્ય સમાચારો પણ છે...