તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચૂંટણીના પરિણામ:જસદણમાં એક પણ મહિલા ઉમેદવાર જાહેરમાં ન દેખાયા, પતિના જ વધામણા

જસદણ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કડુકા અને કાળાસર બેઠક ઉપર મહિલા ઉમેદવારો અપક્ષમાં જીત્યા

જસદણ તાલુકા પંચાયતની કુલ 22 બેઠકો માટેની મતગણતરી જસદણમાં વીંછિયા રોડ પર આવેલ મોડેલ સ્કૂલ ખાતે યોજાઈ હતી. જેમાં કોંગ્રેસને 14 બેઠક, ભાજપને 6 બેઠક અને અપક્ષને 2 બેઠક મળતા જસદણ તાલુકા પંચાયત ઉપર કોંગ્રેસનું શાસન યથાવત રહ્યું હતું. જો કે જસદણ તાલુકા પંચાયત હેઠળની કડુકા બેઠક ઉપર અપક્ષ ઉમેદવાર સવિતાબેન રાજેશભાઈ મકવાણા અને કાળાસર બેઠક ઉપર અપક્ષ ઉમેદવાર મનિષાબેન હરજીભાઈ દુમાદિયાનો વિજય થતા રાજકારણમાં હડકંપ મચી ગયો હતો.

બીજીબાજુ જ્યારે મતગણતરી થતી હતી ત્યારે એકપણ મહિલા ઉમેદવારો દેખાયા ન હતા અને તેના પતિદેવોને મતદારોએ વધાવ્યા હતા. આ મતગણતરી દરમિયાન મતદારોમાં વિધાનસભા જેવો માહોલ જોવા મળ્યો હતો અને મતગણતરી બાદ કોણ ઉમેદવાર વિજેતા બન્યા તેને જોવા માટે મતદારો ઉંચી-ઉંચી અગાસીઓ ઉપર ચડી ગયા હતા અને ડ્રોન સમો નજારો નિહાળ્યો હતો. જોકે જસદણ તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતનું સ્પષ્ટ પરિણામ આવી ગયા બાદ દરેક બેઠકોમાં શાંતિનું વાતાવરણ સ્થપાઈ ગયું હતું અને રાજકીય ચર્ચાઓ થંભી ગઈ હતી.

ડો. બોઘરાએ બે જિલ્લા પંચાયત અપાવી
જસદણ અને વીંછિયાતાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાવવા માટે કુંવરજી બાવળીયાને વીંછિયા, પીપરડી અને ભડલી એમ ત્રણ જિલ્લા પંચાયતની જવાબદારી સોંપવામાં આવી હતી. જ્યારે પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરાને આટકોટ અને સાણથલી એમ બે સીટની જવાબદારી ભારતીય જનતા પાર્ટી દ્વારા સોંપવામાં આવી હતી. જો કે આ બન્ને નેતાઓની પસંદગી મુજબની જિલ્લા પંચાયતની સીટ આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...