હાલાકી:વીંછિયામાં એટીવીટીના દાખલા કાઢી આપવામાં તંત્રની બેદરકારી

જસદણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાર એસોસિએશનનું યોગ્ય કાર્યવાહી કરવા મામલતદારને આવેદન

વીંછિયા બાર એસોસિએશન દ્વારા એટીવીટીમાંથી દાખલા તુરંત જ કાઢી આપવા બાબતે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, વીંછિયા મામલતદાર ઓફિસ સાથે સંકળાયેલા તમામ વકીલોની માંગણી છે કે અમો તમામ એડવોકેટ વીંછિયા મુકામે રેવન્યુ પ્રેક્ટિસ કરીએ છીએ અને અમારા પરિવારનું ગુજરાન ચલાવીએ છીએ. વીંછિયા મામલતદાર ઓફિસમાંથી આવકના દાખલા, ક્રિમિલેયર સર્ટી, જાતીના દાખલા વિગેરે કરાવવાના હોય છે. જેમાં ફરજિયાત મામલતદાર ઓફિસમાંથી દાખલા કાઢવાના હોય છે.

જે દાખલા કઢાવવા માટે તમામ ડોકયુમેન્ટ અરજદાર દ્વારા ઓફિસમાં રજૂ કરવામાં આવે છે. છતાં પણ અરજદારોને આવકના દાખલા, ક્રિમિલેયર સર્ટી અને જાતીના દાખલા સમયસર આપવામાં આવતા નથી. વિદ્યાર્થીઓને ભરતીનો સમય પણ પુરો થઈ જાય છે. છતાં પણ દાખલા સમયસર આપવામાં આવતા નથી તેમજ નોન કીમીલેયર સર્ટી કઢાવવા માટે આવકનો દાખલો રજૂ કરવાનો થાય છે તેમજ આવકનો દાખલો ઓનલાઈન હોય તોય ઓફિસમાંથી સોગંદનામાં કરવામાં આવે છે.

જેથી કરીને અરજદારો દ્વારા ત્રણ-ત્રણ ધકકા ખાવા પડે છે તેમજ એટીવીટી ઓપરેટર ટાઈમસર હાજર હોતા નથી. દાખલા ખુબ જ મોડા આપવામાં આવે છે. આથી એટીવીટીમાંથી તુરત જ દાખલા આપવામાં આવે તેમજ અમો એડવોકેટને પડતી મૂશ્કેલીઓ દૂર કરવામાં આવે તેવી માંગ છે. જો અમો એડવોકેટના પ્રશ્નોનું તાત્કાલીક નિરાકરણ નહી આવે તો ગાંધી ચિંધ્યો માર્ગ અપનાવવો પડશે તેવી અંતમાં ચીમકી ઉચ્ચારાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...